હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોક્રોચઃ નવનિર્માણ જેવો પ્રયાસ...
મુદ્ો સાચો, દિશા ખોટીઃ જેન-ઝી ને કઠપૂતળી બનાવવા પ્રયાસઃ ફૂગ્ગો નાનો, હવા ભરનારા વધારે!ઃ અન્યાયના નામે અરાજકતા આવકાર્ય નથી જ...
ગુજરાતના ઈતિહાસમાં વિદ્યાર્થીઓઍ છેડેલા નવનિર્માણ આંદોલને તત્કાલીન સરકારને ઉથલાવી નાખી હતી. ઍ ઐતિહાસિક ઘટના બાદ વર્તમાન સમયમાં ફરી ઍકવાર આ પ્રકારનો પ્રયાસ રાષ્ટ્રીય સ્તરે થઇ રહ્ના હોય તેમ સ્પષ્ટ દેખાય છે. તાજેતરમાં ઍક જજના ઍલફેલ નિવેદનના પ્રત્યાઘાતરૂપે ‘કોક્રોચ જનતા પાર્ટી’નું લોન્ચિંગ સોશિયલ મીડિયામાં થયું છે. આ નવજાત પાર્ટીને રાતોરાત લાખો ફોલોઅર્સ મળી ગયા છે. આ રીતે અચાનક ચિત્રમાં આવેલી પાર્ટી પ્રત્યે જનતામાં આશંકા જાગવી બિલકુલ સ્વાભાવિક છે.
આ કોક્રોચ પાર્ટીઍ આગામી આઠમી તારીખે દિલ્હીમાં મોટા પાયે દેખાવો કરવાનું ઍલાન કર્યું છે. તેમનો મુખ્ય ઍજન્ડા પરીક્ષાઓના પેપર્સ ફૂટવાનો છે. દેખીતી રીતે પેપર લીક થવાનો મુદ્દો સાચો છે, પણ આ આંદોલન પાછળની વૃતિ સામે ગંભીર આશંકા છે. વાસ્તવિકતા ઍ છે કે વિપક્ષ સામે મોદિત્વનો કોઈ તોડ નથી. અત્યાર સુધીના વિપક્ષના દરેક પ્રયોગો અને દરેક નેતાઓ ફેઇલ ગયા છે.
દેશના મુખ્ય વિપક્ષી નેતા રાહુલે નજીકના ભુતકાળમાં જેન-ઝી ઍટલે કે નવી પેઢીના યુવાનોમાં હવા ભરવા પૂરતો પ્રયાસ કર્યો હતો. ઇતિહાસ સાક્ષી છે કે આસપાસના પાડોશી દેશોમાં આ જેન-ઝીઍ મોટી અરાજક્તા સર્જી હતી, જેના ગંભીર પરિણામો હજુ પણ ભોગવવા પડી રહ્ના છે.
રાહુલ તથા અન્ય વિપક્ષી નેતાઓ મોદિત્વ સામે સીધી લડાઈમાં કંઇ ઉકાળી શક્યા નથી. તેથી હવે તેઓ દેશના યુવા વર્ગને કઠપૂતળી બનાવતા હોય તેમ પડદા પાછળ રહીને આ કોક્રોચ પાર્ટીને હવા ભરી રહ્ના છે. આ અદ્રશ્ય રાજકીય શતરંજમાં આ નવી પાર્ટીને પણ વકરો તેટલો નફો છે. પરીક્ષામાં અન્યાયના સંવેદનશીલ મુદ્દે દેશમાં અરાજક્તા જાગે તેવો સહિયારો પ્રયાસ અમુક રાષ્ટ્રવિરોધી તાકાતોનો હોઇ શકે છે.
ભારતમાં સામાન્ય નાગરિકોને તકલીફ અને અન્યાય છે જ, તેમાં બેમત નથી. વર્તમાન સરકારે પણ લોકનિષ્ઠ બનવું અત્યંત જરૂરી છે. જનતાના પ્રશ્ના[ને વાચા મળવી જ જોઈઍ. જો કે, દેશના હિતને કોરાણે મૂકીને જેન-ઝીના નામે આવી ખતરનાક અરાજક્તા ફેલાય તે ભારતીય લોકશાહી માટે બિલકુલ આવકાર્ય નથી જ. યુવાનોઍ કઠપૂતળી બનવાને બદલે જાગૃત થવું પડશે.
દેશમાં સરકાર વિરોધી અવાજની જરૂર છે જ, વિપક્ષ કંઇ ઉકાળી શકતો નથી. રાહુલ ગાંધીના નેતૃત્વ પાસે કોઇ ઍજન્ડા કે રણનીતિ નથી.માત્ર નિવેદનિયા વિરોધ જ ચાલ્યા રાખે છે. સરકારોને લોકનિષ્ઠ બનવા ફરજ પડે તેવી તાકાતનો અભાવ છે. પરંતુ જેન-ઝીના નામે જે ચાલે છે, તે માત્ર અરાજક્તાના ઍજન્ડા હોય તેમ લાગે છે. ગુજરાતમાં કેટલાક ટાબરિયાઓઍે ક્રાંતિના નામે અરાજક્તા ફેલાવીને પોતાનો સ્વાર્થ સાધી લીધો હતો. આવી યુવા નેતાગીરી અને યુવા પ્રવૃતિથી ભારતે સચેત રહેવું જરૂરી છે. કોઇ વિશિષ્ટ ઍજન્ડા,રણનીતિ કે આયોજન વગરના ટોળા દેશ માટે જોખમી ગણાય, તેને પ્રોત્સાહન હોઇ જ ન શકે. (૩.૨)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
