News of Saturday, 9th May 2026
હિન્દુએ ક્રાંતિ કરી, હવે નેતાનો વારો
બંગાળમાં કાર્ય કરી દેખાડવું પડશેઃ શુભેન્દુએ યોગી બનવું અનિવાર્યઃ ગુજરાતની જેમ પડદા પાછળ મુજરા કરશો તો લોકો માફ નહી કરે
પશ્ચિમ બંગાળમાં પરિવર્તનની લહેર નથી આવી, પણ એક પ્રચંડ હિન્દુ ક્રાંતિનો સૂર્યોદય થયો છે. શુભેન્દુ અધિકારીના શપથ એ મમતા બેનર્જીના દાયકાઓ જૂના રાક્ષસી અને અત્યાચારી શાસનને જડબાતોડ જવાબ છે. વર્ષો સુધી જે હિન્દુ સમાજે હિંસા, બળાત્કાર અને પલાયનનું દુઃખ વેઠ્યું, તેણે આ વખતે પરાક્રમ કરી બતાવ્યું છે. આ જીત જનતાની છે, પણ હવે અસલી પડકાર ભાજપ અને નવી સરકાર સામે છે. લોકોની અપેક્ષાઓને સંતોષવી એ જ હવે મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ.
બંગાળની સ્થિતિ ઉત્તર પ્રદેશ જેવી જ કપરી છે, માટે અહીં શુભેન્દુએ 'યોગી' બનવું અનિવાર્ય છે. સામાન્ય વહીવટ કે માત્ર ફાઈલોના નિકાલથી બંગાળની લોહિયાળ સંસ્કૃતિ નહીં બદલાય. અહીં યોગી આદિત્યનાથ જેવી આક્રમકતા, સ્પષ્ટવકતાપણું અને ત્વરિત નિર્ણય લેવાની શકિતની જરૃર છે. શુભેન્દુ અધિકારીમાં એ ક્ષમતા છે કે તેઓ મમતાના આતંકના ગઢને ધ્વસ્ત કરી શકે. જો તેઓ આક્રમક નીતિ નહીં અપનાવે તો જનતાનો આ સંઘર્ષ એળે જશે.
ગુજરાતનું ઉદાહરણ ચેતવણીરૃપ છે. ગુજરાતમાં ભાજપની અત્યારની નેતાગીરી સૌથી નબળી સાબિત થઈ રહી છે. અહીંના નેતાઓ સત્તાના નશામાં હિન્દુત્વને વિસરી ગયા છે. જે રીતે કોંગ્રેસીઓ તુષ્ટિકરણ કરતા, તેમ ગુજરાતના ભાજપીઓ હવે 'મુજરાબાજ' બની ગયા છે. પડદા પાછળ મુજરા કરીને જનતાના વિશ્વાસનો દ્રોહ કરવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે સંઘ, વિહિપ અને બજરંગ દળ જેવા પ્રખર સંગઠનો પણ હિન્દુત્વના મૂળ મુદ્દાઓ ભૂલીને સત્તાની મોજ માણી રહ્યા છે. બંગાળમાં જો આવી રીતે પડદા પાછળની સાંઠગાંઠ કે સોદાબાજી થશે, તો લોકો તેમને રસ્તા પર લાવી દેશે.
ગુજરાતીઓ માટે આ ચિંતનનો કાળ છે. ભાજપને મત આપીને પણ જો ડરમાં જીવવું પડતું હોય, તો તે દશા અત્યંત દયનીય છે. શું મત આપીને ફફડતા રહેવું એ જ લોકશાહી છે? બંગાળે બતાવ્યું છે કે અન્યાય સામે કેવી રીતે લડવું. હવે શુભેન્દુએ સાબિત કરવાનું છે કે શાસન સનાતન ધર્મના રક્ષણ માટે છે, સત્તા ભોગવવા માટે નહીં. બંગાળમાં હવે કોઈ બાંધછોડ નહીં, માત્ર 'યોગી મોડલ' જ શાંતિ લાવી શકશે.ગુજરાતીઓ બિચારા ભાજપને ત્રણ દાયકાથી પ્રચંડ બહુમતી આપીને ફફડતા રહે છે..લોકો ક્રાંતિ ન કરે તો નબળી નેતાગીરી તેના માથે ઠોકાઇ જાય.ગુજરાતીઓ તો...
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
