<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

યે તો સિર્ફ ઝાંકી હૈ

ગુજરાતમાં ચૂંટણી અને હિન્‍દુત્‍વના મુદા ગાયબઃ ધંધૂકાકાંડ સામે મોૈનઃ તૃષ્‍ટિકરણનો પ્રચ્‍છન્ન ખેલઃ ગુજરાતી કટ્ટર નથી, પણ ધર્મના નામે તાંડવ પણ સહન નહિ કરે

ગુજરાતમાં ૨૬ એપ્રિલ યોજાનારી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય વાતાવરણમાં એક ઘેરી શાંતિ અને સૈદ્ધાંતિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. દાયકાઓ સુધી જે રાજ્‍ય હિન્‍દુત્‍વની વિચારધારાનું મજબૂત કેન્‍દ્ર રહ્યું છે, ત્‍યાં આજે ચૂંટણી પ્રચારના એજન્‍ડામાંથી  લગભગ હિન્‍દુત્‍વના પાયાના મુદ્દાઓ ગાયબ જણાય છે. ભાજપે આ વખતે આશરે ૨૭૦થી વધુ લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપી છે. રાજકીય ગણિતોમાં વળાંક લાવવાનો પ્રયાસ હોઈ શકે  છે. જોકે, ૨૦૨૧ની સ્‍થાનિક ચૂંટણીઓમાં ૩૦૦ થી વધુ લઘુમતી ઉમેદવારો મેદાનમાં હતા, પણ  હિન્‍દુત્‍વની ગેરહાજરી ન હતી. આ વખતે વિશ્‍લેષકો  વિચારધારામાં ‘શીર્ષાસન' તરફ આંગળી ચીંધે છે.

રાજ્‍યમાં તાજેતરમાં ધંધૂકા ખાતે બનેલી  હત્‍યાની રાક્ષસી ઘટનાએ લોકોમાં આક્રોશ જન્‍માવ્‍યો છે. આ ઘટના બાદ પ્રજામાં અપેક્ષા હતી કે શાસક પક્ષ અને વહીવટી તંત્ર દ્વારા અસામાજિક તત્‍વો સામે દાખલારૂપ પગલાં લેવાશે. પરંતુ, આ મુદ્દે ભાજપનું મોટું મૌન અને લઘુમતી અસામાજિક તત્‍વો સામે કડકાઈનો અભાવ ચર્ચાનો વિષય બન્‍યો છે. ગુજરાતી પ્રજા સ્‍વભાવે કટ્ટર નથી, પરંતુ તે ‘વિધર્મી તાંડવ'ને જરાય સાંખી શકતી નથી. અસામાજિકોને ઝેર કરવામાં દાખવવામાં આવતી નરમાશ રાજ્‍યની કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ સામે પ્રશ્નાર્થ ચિન્‍હ ઊભું કરે છે.

બીજી તરફ, હિન્‍દુત્‍વના રક્ષણ માટે જાણીતા સંગઠનો વિશ્વ હિન્‍દુ પરિષદ, આર.એસ.એસ. અને બજરંગ દળ આ ચૂંટણીમાં જાણે કે સીમિત ભૂમિકામાં દેખાય છે. શું આ સંગઠનોને કોઈ રણનીતિના ભાગરૂપે ચુપ કરાવી દેવામાં આવ્‍યા છે? આ સવાલ કાર્યકરોમાં ગણગણાટ પેદા કરી રહ્યો છે. વિચારધારાના સ્‍થાને જ્‍યારે વોટબેંકના સમીકરણો પ્રાથમિકતા બને છે, ત્‍યારે તેની અસર સમાજની સુરક્ષા પર પડતી હોય છે. અસામાજિક તત્‍વો સામે પગલાં લેવામાં વિલંબ એ રાજ્‍યના હિતેચ્‍છુઓ માટે ચિંતાનો વિષય છે. લવ જેહાદથી માંડીને અન્‍ય ગુન્‍હાઓમાં પણ ગુજરાત સતત મૌન રહેવા લાગ્‍યું છે,એ ગંભીર બાબત છે.

બદલાતી આ સ્‍થિતિ ગુજરાતના ભવિષ્‍ય માટે કેવા સંકેતો આપે છે, તે સમજવું અનિવાર્ય છે. વિકાસની હરણફાળ વચ્‍ચે સામાજિક સુરક્ષા અને સૈદ્ધાંતિક સ્‍પષ્ટતા પણ એટલી જ જરૂરી છે. જો પાયાના મુદ્દાઓ સાથે બાંધછોડ કરવામાં આવશે, તો તે ગુજરાતના લાંબા ગાળાના હિતમાં નહીં રહે.       

જાગળત મતદારોએ હવે માત્ર પક્ષીય વફાદારીના આધારે નહીં, પણ રાજ્‍યની સુરક્ષા અને અસ્‍મિતાને ધ્‍યાનમાં રાખીને નિર્ણય લેવાની જરૂર છે. પ્રત્‍યેક નાગરિકે આ બદલાતા પ્રવાહોનું ચિંતન કરવું જોઈએ અને આ વખતે અત્‍યંત ‘વિચારીને મત આપવો' જોઈએ

(11:07 AM IST)