<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

સમ્રાટ શાસનઃ બિહારમાં ભગવો

ભાજપની અસામાન્‍ય સિધ્‍ધિઃ સમ્રાટે પણ તાકાત પુરવાર કરી દેખાડી છેઃ માત્ર નીતિશ જ નહિ, લાલુ યુગ પણ સમાપ્‍ત

 બિહારના રાજકીય ઇતિહાસમાં નવો સૂર્યોદય થયો છે. દાયકાઓ સુધી ભાજપ ગઠબંધનની મજબૂરીમાં બીજા ક્રમે રહ્યો હતો. હવે ભાજપે પોતાની અસલી તાકાતનો પરચો આપ્‍યો છે. સમ્રાટ ચૌધરીએ શાસનમાં ક્ષમતા પુરવાર કરી છે. નેતળત્‍વ પદથી નહીં પણ તાકાતથી ઓળખાય છે. બિહારના ઇતિહાસમાં પ્રથમવાર ભાજપના મુખ્‍યમંત્રી બન્‍યા છે. સમ્રાટ ચૌધરીને આ ઐતિહાસિક સન્‍માન મળ્‍યું છે. આ તેમની જમીની પક્કડનું જ પરિણામ છે.

બિહારમાં હવે નીતિશ યુગનો અંત દેખાય છે. સાથે જ લાલુ પ્રસાદનો યુગ પણ સમાપ્‍ત થયો છે. લાલુ પરિવાર ભ્રષ્ટાચારના આરોપોમાં બદનામ થયો છે. તેમનો પરિવાર અત્‍યારે સાવ વેરવિખેર થઈ ગયો છે. તેજ પ્રતાપ અને તેજસ્‍વી દમ વગરના સાબિત થયા છે. તેઓ પિતાનો રાજકીય વારસો સાચવી શકયા નથી. વિપક્ષી ધાર વગરના માહોલમાં સમ્રાટ મજબૂત બન્‍યા  છે. ભાજપ મોવડી મંડળને તેમના  પર મોટી આશા છે. તેમણે ખુરશી લેતા પહેલા તાકાત સાબિત કરી છે.

ગુજરાતની રાજનીતિ સાથે તુલના કરતા સત્‍ય સમજાય છે. ગુજરાતમાં તાકાત પુરવાર કર્યા વગરના નેતાઓને પદ અપાયા છે. આવા અનેક નેતાઓ મહાકાય પદો પર ગોઠવી દેવાયા છે. આ નેતાઓ ખુરશી મળ્‍યા બાદ કંઈ ઉકાળી શકતા નથી. વહીવટ કે સંગઠનમાં તેમની કોઈ પક્કડ દેખાતી નથી. ગુજરાતમાં નેતાઓ માત્ર સત્તાના દબદબા પર જીવે છે. તેમણે વિપક્ષને તોડીને પોતાની દુકાન ચલાવવી પડે છે. આ બાબત નેતાગીરીની નબળાઈ અને મજબૂરી દર્શાવે છે.

સમ્રાટ ચૌધરીએ જટિલ જ્ઞાતિવાદ વચ્‍ચે પક્કડ જમાવી છે. તેમણે સાબિત કર્યું કે નેતામાં દમ હોવો જોઈએ. દમદાર નેતા વિરોધીઓના ગઢમાં તાકાત દેખાડી શકે છે. બિહારમાં ભાજપનું કદ સતત વધી રહ્યું છે. સમ્રાટનું નેતળત્‍વ રાજ્‍યનો નકશો બદલી નાખશે. બિહાર હવે લાલુ-નીતિશના ઓછાયામાંથી મુક્‍ત થયું છે. આખું બિહાર હવે ભગવા રંગે રંગાઈ રહ્યું છે. મજબૂત શાસનની નવી આશા જન્‍મી છે. સમ્રાટની સફળતા ગુજરાતના નેતાઓ માટે લાલબત્તી છે. પદ મળ્‍યા પછી નિષ્‍ક્રિય રહેતા નેતાઓએ હવે જાગવું પડશે.

બિહારની આ સિદ્ધિ ભાજપ માટે માઈલસ્‍ટોન સાબિત થશે. સમ્રાટ ચૌધરી હવે પુરા બિહાર પર મજબૂત  શાસન કરશે. વેરવિખેર વિપક્ષ સામે ભાજપનો વિજય નિヘતિ બન્‍યો છે. સંગઠન અને શાસનનો આ સમન્‍વય અસામાન્‍ય છે. અસલી તાકાત હવે શાસનમાં દેખાઈ રહી છે. બિહારની જનતાને  સમ્રાટ પાસેથી ખૂબ અપેક્ષાઓ  છે. તેઓ ચોક્કસપણે પરિવર્તન લાવશે. ભાજપનું આ શાસન એક આદર્શ મોડલ બનશે. જે વિકાસ અને સુરક્ષા પર આધારિત હશે.

(11:06 AM IST)