<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

સોૈરાષ્ટ્રમાં હિન્દુત્વના નામે નાટક શરૂ

લવ જેહાદ અંગે અચાનક ચિંતા થવા લાગીઃ હિન્દુ પરિવારો ફફડે છે, તેની ચિંતા હોય તો શાસકોેને જવાબદારીનું ભાન કરાવો

 

 સ્થાનિક ચૂંટણીઓના પડઘમ શરૂ થતા જ સૌરાષ્ટ્રના લોકોની ચિંતા શાસકોને અને તેના સમર્થકોને થવા લાગી છે. સરકાર લોકહિતના અને સમર્થકો વિચારધારાના ગતકડાં ચલાવવા લાગ્યા છે. હિન્દુ પરિવારો ઘણાં સમયથી લાચારી અનુભવી રહ્યા છે, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લવ જેહાદ સામે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. દેખીતી રીતે આ પગલું સુરક્ષા માટે લાગે છે.  વાસ્તવિકતા કંઈક અલગ અને વધુ ભયાનક  છે. લવ જેહાદ તો મુદ્દો છે જ, પરંતુ અન્ય ખતરનાક બાબતો પણ રાજકોટ- સૌરાષ્ટ્રમાં જડબા ફાડીને અટ્ટહાસ્ય કરે છે.

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં  અશાંતધારો લગાવવો પડી રહ્યો છે. ચારે બાજુ આ કાયદો લાદવો પડે તે જ ગંભીર સ્થિતિની સાક્ષી પૂરે છે. સૌરાષ્ટ્રની સ્થિતિ ધીમે ધીમે પશ્ચિમ બંગાળ જેવી ખતરનાક બની રહી હોય તેવું જણાય છે. વિહિપ પોતે કબૂલાત કરે છે કે સોૈરાષ્ટ્રમાં દર મહિને ૧૦ હિન્દુ યુવાતીઓ લવ જેહાદનો ભોગ બને છે. આંકડો જ સ્થિતિની ગંભીરતા દર્શાવવા માટે પૂરતો છે. જો સંગઠનો પાસે આટલી સચોટ માહિતી હોય, તો પછી નક્કર પરિણામો કેમ  મળતા નથી? માત્ર હેલ્પલાઇન ખોલવાથી પીડિતોને ન્યાય મળી જતો નથી. વિધર્મીઓ અને પરપ્રાંતીય તત્વો દ્વારા આચરવામાં આવતા ગુનાઓ બેફામ બન્યા છે.

ગુનાહિત તાંડવ રોકવામાં તંત્ર સાવ નિષ્ફળ નીવડ્યું હોય તેમ લાગે છે. ગુજરાતમાં  છેલ્લા ૩૦ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ડબલ એન્જિન સરકાર હોવા છતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. સામાન્ય હિન્દુ પરિવારો ફફડે છે. ગુનેગારોને કોઈનો ડર રહ્યો નથી. તેવો માહોલ જોવા મળે છે.

ઘણી વખત તો એવું લાગે છે કે ગુનેગારો અને સત્તાધીશો વચ્ચે આંતરિક સેટિંગ હશે? જો સરકાર કે ભાજપની ધાક હોત, તો આવી ઘટનાઓ આટલી હદે વકરી ન હોત. શાસનમાં ગોઠવાયેલા તત્વો સામે અવાજ ઉઠાવવામાં વિહિપ જેવા સંગઠનો કેમ પાછીપાની કરે છે? ખરેખર જો વિહિપને હિન્દુ હિતની ચિંતા હોય, તો તેણે તંત્ર સામે ખુલ્લો જંગ છેડવો જોઈએ. પોલીસ અને પ્રશાસનને તેમની જવાબદારીનું ભાન કરાવવું જોઈએ. માત્ર હેલ્પલાઈનથી કે પત્રિકાઓ વહેંચવાથી સ્થિતિ સુધરવાની નથી.

ચૂંટણીના સમયે જ જાગૃત થતા સંગઠનોએ પોતાની પ્રામાણિકતા સાબિત કરવી પડશે. હિન્દુ સમાજે પણ હવે જાગૃત થવાની જરૂર છે. પ્રજાએ આ ભય અને ભ્રમની રાજનીતિને ઓળખવી પડશે. સંગઠનો અને સરકાર બંનેની જવાબદારી બને છે કે તેઓ સમાજને સુરક્ષિત રાખે. લોકોએ પણ નાટકબાજોને ઓળખી લેવા જરૂરી છે. આ તત્વો ચૂંટણી બાદ શોધ્યા પણ મળતા નથી.

(11:09 AM IST)