News of Thursday, 19th March 2026
જય જય જય મહિષાસુરમર્દિની...
વિશ્વમાં રાક્ષસીવૃતિનું તાંડવઃ ભારતમાં નેગેટીવ ઉર્જાનું અટ્ટહાસ્યઃ ચૈત્ર નવરાત્રીમાં પ્રચંડ દેવી ઉર્જા જાગૃત થાય તેવી પ્રાર્થના
ાા ૐ કીં કાલીકાયૈ નમઃ ાા
આજથી ચૈત્રી નવરાત્રીનો મંગલ પ્રારંભ થયો છે. મહાશક્તિની જાગળતિ માટે ગુપ્ત સાધનાનો આ અણમોલ અવસર છે. મહાશક્તિ મમત્વથી માંડીને મહિષાસુરમર્દિનીના રૂપ ધરાવે છે. વર્તમાન સમયમાં પળથ્વી પર દૈવી તાંડવની અનિવાર્યતા દેખાઇ રહી છે. સમગ્ર વિશ્વ અશાંતિના ઉંબરે ઉભું છે. ચારેબાજુ સંઘર્ષ અને યુદ્ધના નગારા વાગી રહ્યા છે. માનવતા આજે કરાહતી જોવા મળે છે. રાક્ષસી વળત્તિઓ ફરી એકવાર માથું ઊંચકી રહી છે.
વર્તમાન સમયમાં વિશ્વના અનેક ખૂણે યુદ્ધની જ્વાળાઓ પ્રગટી છે. નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે. આ આધુનિક યુગનું રાક્ષસી તાંડવ જ છે. સત્તા અને વિસ્તારવાદની ભૂખે માનવ મૂલ્યોનો નાશ કર્યો છે. પヘમિથી લઈને મધ્ય પૂર્વ સુધી અસ્થિરતાનો માહોલ છે. આ નકારાત્મકતા સીધી કે આડકતરી રીતે ભારતને પણ અસર કરે છે.
ભારતની આંતરિક સ્થિતિ પણ ચિંતાજનક છે. દેશમાં કેટલીક વિધર્મી શક્તિઓ સક્રિય બની છે. નકારાત્મકતા ફેલાવીને ભાઈચારો તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. રાજકીય લાભ ખાટવા માટે વિપક્ષી નેતાઓ મર્યાદા ઓળંગી રહ્યા છે. સત્તા મેળવવાની લાલસામાં દેશહિતને બાજુ પર મૂકવામાં આવે છે. વિપક્ષી તાંડવના નામે દેશની છબી ખરડવાના પ્રયત્નો થાય છે. આ એક પ્રકારની નેગેટિવ ઉર્જાનું અટ્ટહાસ્ય છે.
ચૈત્ર નવરાત્રી એ સાધનાનું અત્યંત ગુપ્ત અને પ્રચંડ પર્વ છે. આ પર્વમાં સાધકો અંતર્મુખ થઈને શક્તિની આરાધના કરે છે. વસંતઋતુના આ દિવસોમાં બ્રહ્માંડમાં દૈવી ઉર્જાનો સંચાર થાય છે. આ સમયે સંકલ્પ શક્તિ દ્વારા નકારાત્મકતાને હરાવી શકાય છે. મા મહિષાસુરમર્દિનીએ જે રીતે અસુરોનો સંહાર કર્યો હતો, તે જ રીતે આજે પણ દૈવી શક્તિની જરૂર છે.
આ નવરાત્રીએ આપણે સૌએ સાથે મળીને પ્રાર્થના કરવી જોઈએ. હે મા, તારા પ્રચંડ સ્વરૂપને જાગળત કર. આ દેશ અને દુનિયામાંથી રાક્ષસી વળત્તિનો નાશ કર. જે લોકો સમાજમાં ઝેર ઘોળી રહ્યા છે, તેમને સદબુદ્ધિ આપ. ભારતની ધરતી પર ફરીથી સકારાત્મકતાનો વિજય થાય. દૈવી શક્તિનો પ્રકાશ અંધકારમય બુદ્ધિનો નાશ કરે.
આપણી સાધના માત્ર વ્યક્તિગત ન રહેવી જોઈએ. રાષ્ટ્રના કલ્યાણ માટે દૈવી ઉર્જા પ્રગટાવવી અનિવાર્ય છે. જ્યારે અસુરી શક્તિઓ અટ્ટહાસ્ય કરે, ત્યારે જ દૈવી શક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. આ ચૈત્ર નવરાત્રીમાં સંકલ્પ કરીએ કે આપણે નકારાત્મકતા સામે ઝૂકીશું નહીં. પ્રચંડ દૈવી ઉર્જાના આશીર્વાદથી ભારત ફરી વિશ્વગુરૂ બને અને શાંતિ સ્થપાય, તેવી પ્રાર્થના છે.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
