તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
ખેલો તો ફાઇનલ જંગ ખેલજો
દિલ્હીમાં બ્લાસ્ટ બાદ પાકિસ્તાન પર હુમલાની સંભાવના વધીઃ ભારતે નિર્ણાયક કદમ ઉઠાવવું જરૂરી...
એક સમય એવો હતો કે, આતંકવાદી રાક્ષસો ભારત પર મનફાવે ત્યાં મન ફાવે ત્યારે હુમલાં કરીને હાહાકાર મચાવતા હતા. તત્કાલીન સરકારો આકરા નિવેદનો કરતી, પણ કંઇ ઉકાળી શકતી ન હતી. આતંકવાદીઓ અટ્ટહાસ્ય કરતા હતાં.
મોદી યુગમાં સમય બદલાઇ ગયો છે. આતંકી હુમલાના યાદગાર - જડબાતોડ જવાબ અપાઇ રહ્યો છે. ઓપરેશન સિંદુરમાં પાકિસ્તાનમાં ઘુસીને આતંકી અડ્ડાના ફુરચા ઉડાવી દીધા હતાં.
તાજેતરમાં દિલ્હીમાં બ્લાસ્ટ બાદ પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે. ભારતની મિસાઇલ ગમે ત્યારે ત્રાટકે તેવી બીક લાગવા માંડી છે. અહેવાલો પ્રમાણે ભારત પણ હુમલાની તૈયારી કરતું હોય તેમ લાગે છે.
બૌધ્ધિકસ્તરના લોકો આતંકી બનીને દિલ્હીને હચમચાવી દીધું હતું. કાર બ્લાસ્ટથી નિર્દોષ લોકોના ફુરચા ઉડયા છે. આ અંગે ગંભીરતાથી તપાસ ચાલી રહી છે અને સહયોગીઓને પણ ઝડપી લેવાયા છે. ભારતમાં માહોલ બગાડવાનો આ ભયાવહ પ્રયાસ છે. તેનો યાદગાર બદલો લેવો જરૂરી છે.
દિલ્હીમાં મોદી-શાહના આંગણામાં જ વિસ્ફોટ કરીને આતંકીઓએ ભારતને આકરો સંદેશ આપ્યો છે. આ સામાન્ય હુમલો નથી. દિલ્હીને આસાનીથી ટાર્ગેટ કરી શકે છે, તેનો અર્થ એ છે કે, ભારતમાં અન્યત્ર બ્લાસ્ટ કરવા એ રમત વાત છે.
બ્લાસ્ટમાં પાકિસ્તાનનો હાથ સાબિત થાય અને બદલો લેવાનો થાય તો હવે નિર્ણાયક જંગ થવો જોઇએ. માત્ર પાકિસ્તાન માટે જ નહિ, ટ્રમ્પ માટે પણ આ હુમલો યાદગાર બનવો જોઇએ.
વર્તમાનમાં પાકિસ્તાનની દશા અત્યંત ખરાબ છે. ચારેબાજુ આંતરિક બળવા ચાલી રહ્યા છે. બીજી તરફ પાક.-અફઘાન વચ્ચે લોહિયાળ યુધ્ધ જેવી સ્થિતિ છે. જો કે સત્તા અને અહમના નશામાં ચકચુર ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનને અવાર-નવાર હવા ભરી રહ્યા છે.
ચીનની ભૂમિકા પણ ભરોસો કરવા જેવી હોતી નથી. આવા અવરોધો વચ્ચે જમાપાસુ એ છે કે, ભારત સ્ટ્રોંગ બની ગયું છે. મોદી સરકારની રણનીતિ આક્રમક અનેસટિક છે. હવે નાના-મોટા ઓપરેશનો નહિ, ખેલવો હોય તો ફાઇનલ જંગ જ ખેલી નાખવો જોઇએ.
પાકિસ્તાનના ઐતિહાસિક ટૂકડાં કરીને વિશ્વને ભારતની તાકાત અને મિજાજનો પરચો મળવો જોઇએ. રાક્ષસો સામે ક્રિકેટ રમવાનો ઢઢ્ઢો રાખીને મુરખામીનું પ્રદર્શન કર્યુ હતું. હવે પરાક્રમ કરી દેખાડીને નિર્ણાયક બદલો લેવો જોઇએ. આઝાદીકાળથી ભારતને પરેશાન કરનાર પડોશી દેશના નકશા બદલી નાખીને ઇતિહાસ રચવો જોઇએ. ટ્રમ્પની પણ બોલતી બંધ થઇ જવી જોઇએ. (
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
