તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th November 2025
ટાબરિયા ધગે તેની રાહમાં કોંગ્રેસ!
ખુદ કંઇ ઉકાળી ન શકનાર રાહુલ ગાંધી જેન-Z ને ઉશ્કેરીને સત્તા મેળવવાની રાહ જુએ છે...
બિહારમાં બમ્પર વોટિંગ થયાનો ભ્રમ ફેલાયો છે. ૬૫ ટકા જેટલું મતદાન થયું તેનો મતલબ ૩૫ ટકા લોકો મતદાનથી દુર રહયા, તેવો શા માટે નથી કરાતો? નિર્ણાયક સંખ્યામાં લોકો મતદાનથી વંચિત રહે છે. તે મુદ્ે ચૂંટણીપંચનો ઉધડો લેવો જોઇએ.
જો કે ભારતમાં નવા દૃષ્ટિકોણનો મીડિયા જગતમાં અભાવ છે. ચૂંટણી પંચ બમ્પર વોટિંગ કહે એટલે દેશભરના મીડિયા મગજ તડકે મૂકીને સમાચાર ઢસડવા લાગે છે. દરેક ક્ષેત્રે નવા દૃષ્ટિકોણની જરૂર છે.
વિપક્ષનું કામ દેશની લોકોની સમસ્યા અંગે લડત આપીને સરકારને ભીડવવાનું હોય છે. રાહુલ ગાંધીને લડાયક નેતા ગણાવનારા મીડિયા દૃષ્ટિકોણ બદલાવે તો વાસ્તવિક સ્થિતિ સામે આવે. વિપક્ષનું મોટું માથું બનીને ફરતા રાહુલે દેશની - લોકોની કઇ રિયલ સમસ્યા સામે લડત આપી?
લડત વગરની નેતાગીરીના કારણે કોંગ્રેસના પાટિયા પડવા લાગ્યા છે અને રાહુલ પરાજય માટે ચૂંટણીપંચને દોષિત ગણાવી દે છે. માનો કે સંપૂર્ણ તટસ્થ અને શુધ્ધ ચૂંટણી થાય તો પણ કોંગ્રેસને કેટલા મત મળે?
વિપક્ષે તાકાત દેખાડીને લોકોમાં આશા જગાવીને મત મેળવવાના હોય છે. રાહુલ પાસે આવી કોઇ રણનીતિ જ નથી. લોકો લડત આપે અને રાહુલને ખુરશી મળે તેવી રણનીતિ પર કોંગ્રેસ કામ કરી રહી છે.
બે-ત્રણ પડોશી દેશોમાં જેન-Zના નામે સત્તા પલટા થયા તો રાહુલ બાબાને પણ તક દેખાઇ. ભારતમાં પણ જેન-Zને ઉશ્કેરવા પ્રયાસ કરવા લાગ્યા છે.
વોટચોરીને વિચિત્ર પર્દાફાસ કરીને રાહુલે નિવેદન આપ્યું કે,‘‘હું જેન-Z સામે પુરાવા રજૂ કરું છે. આ વર્ગ મેદાનમાં આવે અને સરકાર સામે લડત આપે! ''
રાહુલ પાસે પુરાવા હોય તો પંચને કોર્ટમાં પડકારીને કોંગ્રેસે ખુદે જ દેશભરમાં લડતની આંધી જગાવવાની હોય. વિપક્ષનું આ મુખ્ય કામ છે.
કોંગ્રેસની દશા વિચિત્ર છે. દેશની સમસ્યાઓ પ્રત્યે લડત આપવાને બદલે રાહુલ ગાંધી ખુદની અને કોંગ્રેસની સમસ્યા લોકો પર લાદીને લોકો લડત આપે અને કોંગ્રેસનું કલ્યાણ કરે તેવી રણનીતિ ધરાવે છે!
આવી વિચિત્ર રણનીતિ રાહુલ ગાંધી દોઢ દાયકાથી ચલાવે છે, પક્ષ સાવ પતનના આરે પહોંચી ગયો છતાં કોંગ્રેસ રણનીતિ બદલતી નથી અને રાહુલની નેતાગીરી બદલાવનું વિચારતી પણ નથી. રાહુલ માત્ર કોંગ્રેસના જ નહિ, રાષ્ટ્રીયસ્તરે સમસ્ત વિપક્ષના મોટા નેતા બની ગયા છે.
આ સ્થિતિ મોદી સરકાર માટે, ભાજપ માટે, સંઘ માટે આશીર્વાદરૂપ છે. વિપક્ષની વિચિત્ર રણનીતિના કારણે મોદિત્વ બિન્દાસ છે.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
