તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
દેશભકિત જેવી હાલત યોગની ન કરતા !
ભારતમાં દેશભકિત ઓૈપચારિક-સીઝન બની ગઇ છેઃ યોગ આપણી ધરોહર છે, તેની દશા...
આજે સનાતન સંસ્કૃતિનો ગોૈરવ સમાન વિશ્વ યોગ દિવસ છે. યોગ સનાતનની ધરોહર છે. સમસ્ત માનવજાતને સનાતને આપેલી દિવ્ય ગિફટ છે. આઝાદી બાદ દાયકાઓ બાદ મોદીયુગમાં સનાતનની વિવિધ-અનન્ય લાક્ષણિકતાઓ દેશ-દુનિયામાં ઉજાગર થઇ રહી છે.
આજે ભારતના અંતરિયાળ ગામડાથી માંડીને મહાનગરોમાં ખૂણે-ખૂણે ધ્યાન-યોગના કાર્યક્રમો-શિબિરો યોજાઇ રહ્યા છે. ભારત ઉપરાંત ૧૯૦ થી વધારે દેશોમાં પણ આંતરરાષ્ટ્રીય યોગદિવસ મનાવાઇ રહયો છે.
આ સામાન્ય બાબત નથી. વિશ્વસ્તરે અશાંતિ-યુધ્ધ-તનાવ-અવિશ્વાસના માહોલમાં યોગ તરફ પ્રયાણ રામબાણ ઇલાજ છે. યોગ શબ્દની વ્યાખ્યા કરવી કઠીન છે. યોગ માર્ગ માત્ર આરોગ્યના પ્રશ્નો ઉકેલવા માટે નથી. માણસ કોઇ પણ સમસ્યા ઉકેલીને પુર્ણપુરૂષોતમ બની શકે, તેટલી ક્ષમતા યોગમાં છે.
યોગમાર્ગનું અખૂટ સાહિત્ય ઉપલબ્ધ છે. પ્યોર યોગીઓ તથા યોગાના વ્યવસાયીઓ અને યોગના નામે હાલી નીકળેલાઓનો પણ પાર નથી. યોગ અંગે જ્ઞાન અને ભ્રમ અપાર છે. આ સ્થિતિમાં પ્યોરિટી તરફ પ્રયાણ કરવું મોટો પડકાર છે. આ પડકારને અભ્યાસ અને અનુભવ દ્વારા જ પાર પાડી શકાય. આ માટે નિરંતર યોગાભ્યાસ ચાલતો રહેવો જોઇએ.
ભારતમાં નિરંતરનો અભાવ છે. આરંભે સૂરા જેવી દેશની દશા છે. ઉત્સાહના ઉફાણા આવે અનેડરી જાય છે. યોગની દશા પણ દેશભકિત જેવી થઇ જશે તેવી આશંકા મનમાં રહે છે.
દેશભકિત દરેક નાગરિકો માટે અનિવાર્ય તત્વ છે. પણ કડવી હકીકત છે કે, ૨૬ મી જાન્યુઆરી અને ૧૫ મી ઓગસ્ટે ભારતભરમાં દેશભકિત ઉફાણે આવે છે. એ ઉફાણા ઠરી ગયા બાદ દેશ જાય તેલ લેવા જલ્સા કર... ની સ્થિતિ બને છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ શરૂ થયા બાદ ૨૧ જૂને યોગનો ઉફાણો આવ્યા બાદ ઠરતા વાર નથી લાગતી. ઘણા સ્થાને કાયમી યોગ-પ્રયોગો થાય છે. પણ વિરાટ ભારતમાં તેવા સ્થાનો જુજ જ છે. દેશભકિત સીઝનલ બની તેમ યોગ પણ સીઝનલ બનવા તરફ જઇ રહયા છે. દેશભકિત ઓૈપચારિક બની તેમ યોગ પણ ઓૈપચારિક બનવા તરફ ગતિ કરે છે.
મોદી સરકાર પ્રચાર અને પ્રયાસ ભરપુર કરે છે. પરંતુ વીપરિત વિચારવાળી સરકાર બને તો યોગ દિવસનું સરકારી મહત્વ ઘટતું જશે અને મિડિયા સ્ટોરી જેટલું સીમિત થઇ જશે.ે
યાદ રાખજો, યોગસરકાર કે અન્ય કોઇને આધીન નથી. ગુલામ તો નથી જ. એ પણ યાદ રાખજો કે યોગને આપણી જરૂર નથી. આપણને યોગની જરૂર છે. નિરંતર યોગાભ્યાસ અને અનુભવ જ પ્યોર જીવન આપી શકશે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
