<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

ઇરાની ભડકોઃ વૈશ્વિક તણખો

પાકિસ્‍તાન ભાગ્‍યું: ટ્રમ્‍પ ભૂરાયા થયાઃ ભારતે ચેતવા જેવું

 ઇરાન ઘણા દેશો માટે પાકિસ્‍તાન જેવું વૈશ્વિક ત્રાસવાદી જૂથોને આશરો અને સહાય આપતું હોવાનો તથ્‍ય વાળો આક્ષેપ અમેરિકા-ઇઝરાઇલ વગેરે દેશો કરતું! રહયા છે. ઇરાને અણુબોમ્‍બ બનાવવાની ઘોષણા કરતા વિરોધી દેશો છંછેડાયા. આ બોમ્‍બ આસાનીથી આતંકીઓના હાથમાં આવી શકે છે.

આ મુદ્‌ે યુધ્‍ધ છંછેડાયું ઇઝરાઇલી હુમલાઓ ઇરાનની હવા કાઢી નાખી. પાકિસ્‍તાને બેફામ નિવેદન કરતા કહયું હતું કે, ઇરાન પર અણુ હુમલો થશે તો પાકિસ્‍તાન પણ જે તે દેશ પર અણુ હુમલો કરશે. ચીન, રશિયા,પાકિસ્‍તાન, તુર્કી વગેરે દેશોના જોરે ઇરાન નાચતું હતું.

થોડું દબાણ આવતા સોૈપ્રથમ પાકિસ્‍તાને ભાગવા વાળી કરી. ઇરાનને દગો દીધો. પાકિસ્‍તાન ઇરાનના ટેકામાં ન હોવાની ઘોષણા કરી. રશિયા હજુ યુક્રેન માંથી ઊંચુ નથી આવ્‍યું. ચીન સ્‍વાર્થીલો દેશ છે. સ્‍વાર્થ સધાય ત્‍યાં સુધી ઇરાનને હવા ભરશે, બાદમાં ભાગવા વાળી...

ઇરાની ભડકાથી વૈશ્વિક તણખા ઝરવા લાગ્‍યા છે. અમેરિકાએ તહેરાન પર હુમલો થાય તેવો માહોલ સર્જી દીધો છે. ઇઝરાઇલે  તો સ્‍પષ્‍ટ ઘોષણા કરી દીધી છે કે, ઇરાનના અણુ મથકોને પુરેપુરા સાફ કરી દેવામાં આવશે. 

ઇરાન ઇઝરાઇલ પર હુમલા કરે છે. પરંતુ તેની ક્ષમતા સીમિત છે. લાગે છે કે ઇરાને અકલ્‍પનીય નુકસાની સહન કરવી પડે તેમ છે. ચીન-રશિયાના વલણ પર ઇરાનનો મદાર છે.

આ સ્‍થિતિમાં ભારતની ભૂમિકા કેવી છે? આશ્‍ચર્યજનક  બાબત છે કે,  કોંગ્રેસ જાહેરમાં સતત ભારત સરકારને વલણ સ્‍પષ્‍ટ કરવા આગ્રહ કરે છે. આશ્‍ચર્ય છે કે, તુર્કી, પાકિસ્‍તાન, ઇરાન જેવા દેશો ફસાય એ કોંગ્રેસથી સહન થતું નથી. મોદી સરકાર યુધ્‍ધમાં તટસ્‍થ દેખાઇ રહી છે. ભારતે ઇરાન-ઇઝરાઇલમાં રાહત બચાવ સહાય કામગીરીની જાહેરાત કરી છે.

આ લવણ યોગ્‍ય જ છે ભારત-ઈઝરાઇલ મહત્‍વના સાથીદાર છે. ભારતને ઇરાન સાથે પણ દોસ્‍તાના સંબંધ રહયા છે. કારણ વગર દુશ્‍મની શા માટે વહોરવી? ભારતનું વલણ આગે-આગે ગોરખજાગે જેવી છે. વૈશ્વિક તણખો થયો  છે.  ભડકો થાય તો ભારતે પણ મહત્‍વની ભૂમિકામાં આવવું ᅠᅠપડશે.

ભારત દેશની આંતરિક સ્‍થિતિ પ્રત્‍યે સાવધાન રહેવું પડે તેમ છે. ઇરાન-ઇઝરાઇલ વચ્‍ચે તનાવ થયો ત્‍યારે ભારતના કાશ્‍મીરમાં ઇરાન પ્રેમીઓએ મોરચો કાઢયો હતો. ઇઝરાઇલ સામે સુત્રોચ્‍ચાર થયા.

ભારતના કાશ્‍મીરમાં ઇરાન પ્રેમીઓ ઓછા નથી. ઇરાનને આદર્શ રાષ્‍ટ્ર માની ને કાશ્‍મીી પરિવારો પોતાના સંતાનોને મોટી સંખ્‍યામાં ઇરાન અભ્‍યાસ માટે મોલે છે. ઇઝરાઇલે ઇરાન પણ હુમલો કરતા ઇરાનપ્રેમી કાશ્‍મીરીઓ અને કોંગ્રેસના નેતાઓ કાઉકા નાખવા લાગ્‍યા-‘‘ અમારા બાળકોને બચાવી લો...

ભારતે આવા ભારતીયોથી સાવધ રહેવાની જરૂર છે ભારત વૈશ્‍વિક પડકારોને  સરળતાથી ઝીલી શકે છે. આંતરિક પડકાર અંગે મોદી સરકારે નિર્ણાયક બનવું જ પડશે. આ મામલે તટસ્‍થ નીતિ ચાલે તેમ નથી. આક્રમક અને નિર્ણાયકતા જરૂરી છે. 

(10:37 AM IST)