<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

આ વિરામ છે, પુર્ણવિરામ નહિ

બે સમાચારઃ POK માં આતંકીઓ સક્રિયઃ ભારતમાં યુધ્‍ધ મોકડ્રીલ

 ાા અમને બચાવો.... ll

પાકિસ્‍તાનમાં આવેલા બલુચિસ્‍તાનના નેતા મીર યાર બલોચે  ભારતના વડાપ્રધાનને પત્ર લખીને આજીજી કરી છે. આ ઘટનાક્રમ દર્શાવે છે કે, પાકિસ્‍તાનમાં આંતરિક દાવાનળ ખદબદી રહયો છે. ગમે ત્‍યારે નિર્ણાયક ભડકો થઇ શકે છે. આヘર્યની બાબત એ ગણાય કે, પાકિસ્‍તાનીઓને પણ ભારત પ્રત્‍યે અને મોદીજી પ્રત્‍યે આશા છે. પાકિસ્‍તાનની સરકાર અને પાકિસ્‍તાની સૈન્‍યની આબરુ જાય તેવી સ્‍થિતિ ગણાય. જો કે આબરુ હોય તો જાય ને?

ઓપરેશન સિંદૂરમાં ભારતે હવાઇ આક્રમણ કરીને પાકિસ્‍તાનમાં ખેદાન- મેદાન કરી દીધું હતું. આ કારણે પાક સૈન્‍ય અંદરથી ધુંધવાયેલું છે. પાક સૈન્‍ય વડા અસીમ મુનીરને તો ઓપરેશન દરમિયાન ભાગવું પણ ભારે પડી ગયું હતું. જો કે યુધ્‍ધમાં પાકિસ્‍તાન કંઇ ઉકાળી શકે તેમ નથી. આ કારણે આતંકી પ્રવૃતિ તરફ વળવું પડે તેમ છે.

ગઇકાલે અખબારોમાં બે સમાચારો ચમકયા હતા. પાકિસ્‍તાન શાસિત કાશ્‍મીર- પીઓકેમાં ફરી ત્રાસવાદી અડ્ડા ધમધમવા લાગ્‍યા છે. બીજા સમાચાર એ આવ્‍યા કે, ભારતના અનેક સરહદી એરિયામાં મોકડ્રીલનું આયોજન થયું છે. આ બંને સમાચારો સંકેત આપે છે કે, ટુંક સમયમાં ફરીથી કાર્યવાહી થઇ શકે છે.

ઓપરેશન સિંદૂરમાં ભારતીય સૈન્‍યએ તાકાતની ઝલક દેખાડી દીધી હતી. જો કે ભારતમાં ઘણા તત્‍વો સૈન્‍ય કાર્યવાહી સામે સવાલો ઉઠાવે છે. અમુક રાજકીય નાલાયકો તો શંકા પણ કરે છે. ભારતની આ કમનસીબી છે. આવી નાલાયકીને દેશ શા માટે સહન કરે છે, તે ખ્‍યાલ આવતો નથી.

 દુનિયા આખીને ખબર છે કે, યુધ્‍ધવિરામની ઘોષણા થઇ છે. વિરામનો અર્થ એ થાય કે ઓપરેશન સિંદૂર હજુ ચાલુ જ છે. આ અંગે સરકાર અને સૈન્‍ય એ અનેક વખત સ્‍પષ્‍ટતા કરી દીધી છે, છતાં ભારતના સવાલો ઉઠાવ્‍યે જ રાખે છે. આવા જીવડાની પણ દવા થઇ જવી જોઇએ.

  ભ્‍બ્‍ધ્‍માં આતંકી પ્રવૃતિ અને મોકડ્રીલ આ બંને  ઘટનાઓનો  સંકેત એ છે કે, ગમે ત્‍યારે ગમે તે થઇ શકે છે. ભારતે આતંકવાદના પૂર્ણ સફાયાની કસમ ખાધી છે. પણ દુઃખદ બાબત એ છે કે, ભારતની જીવાતો શંકા કરે છે. ભારતીયએ આવા તત્‍વોને ઓળખી લેવાનો મોકો છે. સરકારના વિરોધ કરવામાં જીવડા દેશ વિરોધી બની જાય છે. ભારતમાં આંતરિક નિર્ણાયક ઓપરેશનની તાતી જરૂરત છે.

(9:45 AM IST)