<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

મમતા સરકાર પર સ્‍ટ્રાઈક

પશ્ચિમ બંગાળમાં રાષ્‍ટ્રવાદ અને હિન્‍દુવાદનો પ્રયોગઃ મમતાની તાકાતના પારખા

 

 

ગુજરાતમાં રાજધાની ગાંધીનગર પાસે બાંગ્‍લાદેશી ઘુસણખોરોએ આખું ગામ વસાવી લીધું હતું.હજુ રાજ્‍યના અનેક વિસ્‍તારોમાં ઘુસણખોરો ધબકી રહ્યાં છે.આ જગજાહેર હકીકત છે, ગુજરાતી માટે ઘુસણખોરો જોખમી બની ગયા છે, છતાં રાજ્‍યના ગળહ પ્રધાનને શરમ આવતી નથી.વિપક્ષ પણ આવા મુદે લાભ લઈ શકતો નથી. પ.બંગાળમાં ભાજપ વિપક્ષમાં છે.ત્‍યાં બાંગ્‍લાદેશી ઘુસણખોરનો પ્રશ્ન  ઉઠાવીને ભાજપ મજબૂત બની રહ્યો છે.

             પ.બંગાળમાં ધારાસભાની ચૂંટણીના પાસા ગોઠવાઈ રહ્યાં છે. મમતા બેનરજી મજબૂત નેતા ગણાય છે.આ રાજ્‍યમાં ભાજપનો કોઈ માહોલ ન હતો.ભાજપે અકલ્‍પનીય મહેનત કરીને પક્ષ તરફી મજબૂત માહોલ સર્જી દીધો છે. નિર્ણાયક વિપક્ષ બની ગયો છે અને મમતાને હરાવીને  સરકાર રચવાના ધ્‍યેયથી આગળ વધી રહ્યો છે.ભાજપ ડાબેરી પક્ષો અને કોંગ્રેસ કરતા ઘણો આગળ વધી ગયો છે.

             ભાજપે પヘમિ બંગાળમાં રાષ્‍ટ્રવાદ અને હિન્‍દુવાદનું કોમ્‍બીનેશન કરીને ગજબનો રાજકીય પ્રયોગ કર્યો છે. ભાજપના આક્રમક ગણાતા નેતાઓ મોદીજી,યોગીજી,અમિત શાહ વગેરેની રેલી -સભાઓ કરીને મમતા સરકાર પર રીતસર સ્‍ટ્રાઈક કરી છે.

        જે મુદ્‌ે ગુજરાતમાં વિપક્ષ કંઈજ કરી શકતો નથી એ જ મુદે ભાજપ પヘમિ બંગાળમાં સત્તાની નજીક જઈ રહ્યો છે.પ.બંગાળમાં હિન્‍દુઓની હિજરત, બાંગ્‍લાદેશી ઘુસણખોરો, વિધર્મીઓની દાદાગીરી, ગુન્‍હાખોરી વગેરે જેવા મુદા જોરશોરથી ઉઠાવીને હિન્‍દુત્‍વને સ્‍થાપિત કરે છે. આ મુદાથી મમતા સરકાર ભીંસ અનુભવી રહી છે. આ ઉપરાંત ઓપરેશન સિંદુરના પરાક્રમના મુદા છેડીને રાષ્‍ટ્રવાદ પણ ઉજાગર કરે છે. નક્કર રણનીતિ સાથે ભાજપ મેદાનમાં છે. તાજેતરમાં  થયેલા સવે ર્પ્રમાણે ભાજપનું પ.બંગાળમાં રાજકીય વજન વધતું જાય છે.જીત માટે  પક્ષ મરણિયો બન્‍યો છે.

           આ સ્‍થિતિ સાથે ગુજરાતની તુલના કરો તો, રાજ્‍યની નેતાગીરી મમતા કરતા ખૂબ નબળી છે. ગુજરાતમાં હિન્‍દુત્‍વના નામે મત લઇને ભાજપે સત્તા મેળવી છે. સામાન્‍ય હિન્‍દુઓની દશા અતિ ખરાબ છે.ઘણાં વિસ્‍તારોમાંથી હિન્‍દુઓએ હિજરત પણ કરવી પડે છે.વિધર્મી ત્રાસ વધતો જ જાય છે.રાજ્‍યમાં બાગ્‍લાદેશી-પાકિસ્‍તાની ઘુસણખોરો પણ બેફામ છે.ગુન્‍હાખોરી બેફામ બની ગઇ છે. સરકારનો કાબૂ નથી.વિધર્મી સાથે ભાજપી નેતાઓના રાજકીય-આર્થિક સેટિંગ હોવાની પણ આશંકા છે.તારણ એ નીકળે છે કે ગુજરાતની દશા પ.બંગાળથી ઓછી ખતરનાક નથી.તફાવત એ છે કે ગુજરાતના વિપક્ષમાં મરણિયા બનવાની તૈયારી નથી તેથી ભાજપની અતિ નબળી નેતાગીરી  જલ્‍સા કરે છે.ગુજરાતના વિપક્ષને સત્તા ગિફ્‌ટમાં જોઈએ છે, વિરોધના નામે માત્ર નિવેદનો જ થાય છે.

          આ સામે પ.બંગાળમાં આક્રમક મમતા સામે વિપક્ષ ભાજપ રણનીતિ પૂર્વક મરણિયો  બનીને નિર્ણાયક જંગ ખેલે છે.ગુજરાતમાં વિપક્ષ સાવ ડલ સાબિત થઇ ચુકયો છે,છતાં ત્રણ દાયકાથી રણનીતિ બદલતો નથી.પ.બંગાળમાં વિપક્ષ મુદા ઉઠાવીને સરકારને ભીડે છે, ગુજરાતમાં વિપક્ષ શાસકે છેડેલા મુદે ઢસડાતો રહે છે.આ મુખ્‍ય તફાવત છે.

          ગુજરાતમાં લોકોનો અસંતોષ ઓછો નથી, પણ વિપક્ષ તેનો લાભ લેવા સક્ષમ નથી.પ.બંગાળમાં વિપક્ષ લોકોના અસંતોષનો લાભ લેવા મરણિયો બન્‍યો છે.જંગ રસપ્રદ છે.અફસોસ એ છે કે ગુજરાતમાં નબળા વિપક્ષના કારણે ફાલતુ શાસકોને આપણે સહન કરવા પડે છે.હર્ષ સંઘવીઓ પાકિસ્‍તાનને પતાવી દેવાની બહાદુરી  નિવેદનોમાં વ્‍યક્‍ત કરે છે, પણ ગુજરાતમાં વિધર્મી ગુંડાઓથી ધ્રુજી જાય છે.

(10:19 AM IST)