News of Tuesday, 15th April 2025
બિહારી ખીચડું રંધાયું...
પશુપતિ પારસ નીતિશ અને કોંગ્રેસના મત તોડવા મેદાનમાં: ચૂંટણી બાદ ફરી...
ગુજરાતમાં ગજબ ખેલ ચાલી રહયો છે. અબજો રૂપિયાનું ડ્રગ્સ વારંવાર ગુજરાત આવે છે. એ બાબત રાજય માટે જોખમી, શરમજનક અને એલર્ટ થવા જેવી છે. આવું થવાને બદલે રાજયના ગૃહ પ્રધાન ડ્રગ્સ પકડવા બદલ ગોૈરવ લઇને તંત્રને અભિનંદન આપે છે! સવાલ એ થાય છે કે, ગુજરાતમાં ન પકડાયેલું ડ્રગ્સ કેટલું ઘુસ્યું હશે? રાજયના દરેક વિસ્તારોમાંથી ડ્રગ્સના પડીકા ઝડપાયા છે. એ કયાંથી આવતા હશે? ગૃહ પ્રધાન એવી ગેરન્ટી કેમ નથી આપતા કે હવે ગુજરાતમાં એક ગ્રામ ડ્રગ્સ પણ નહિ મળે... આવી સ્થિતિ સર્જાય તો જ ગોૈરવ લેવાય, નહિ તો ગુજરાત બરબાદીના માર્ગે ગણાય.
જો કે ગુજરાતની કોઇને ચિંતા હોય તેમ લાગતું નથી. ભારતમાં અઘોષિત નિયમ બની ગયો છે કે, જે રાજયમાં ચૂંટણી હોય એ રાજયની ચિંતા ફાટી નીકળે છે. હાલ પ.બંગાળ અને બિહારની ચિંતા પર દેશનું ફોકસ થઇ ગયું છે. પ. બંગાળમાં કોમી હિંસાના માધ્યમથી સમીકરણો સેટ થઇ રહયા છે.
બિહારમાં દલિત વોટના સેટિંગ શરૂ થઇ ગયા છે. બિહારમાં ચૂંટણી ગાજવા લાગતા અચાનક પશુપતિનાથ પારસને એવું લાગ્યું કે મોદી સરકાર અમારૂ-દલિત પાર્ટીનું અપમાન કરે છે. આવા આક્ષેપો કરીને NDA સાથેનું જોડાણ તોડી નાખ્યું અને બિહારની તમામ બેઠકો પર ચૂંટણી લડવા એલાન કરી દીધું છે. એક શકયતા એવી પણ છે કે પશુપતિનાથ પારસની પાર્ટી RLUP ઇન્્િડયા ગઠબંધન સાથે પણ બેસી શકે છે.
રાજકીય આટાપાટા સમજવા અઘરા છે. કોંગ્રેસ દલિતોના મત પર ફોકસ કરી રહી છે. બીજી બાજુ નીતિશ કુમારની પાર્ટી પણ દલિત વોટબેંક ધરાવે છે. નીતિશ ભાજપના સાથીદાર છે, પણ ભાજપ સાથે રહીને નીતિશને પાડી દેવા રણનીતિ ધરાવે છે.
બિહારમાં દલિત મતોની સ્પર્ધા છે. લાલુનો પક્ષ પણ આ વોટબેંક પર ફોકસ ધરાવે છે. પશુપતિનાથના ખેલના કારણે સ્પર્ધા વધુ તીવ્ર બની છે. તેઓ મોદી સરકારનો વિરોધ કરીને ભાજપ સરકારનો વિરોધ કરીને ભાજપ વિરોધી દલિત વોટને પોતાની તરફ આકર્ષવાની રણનીતિ ધરાવે છે. પશુપતિનાથના આ વલણના કારણે ભાજપને ફટકો લાગ્યાનું જાહેર થઇ રહયું છે, પણ ખેલ થોડા અલગ દેખાઇ રહયા છે. ભાજપ વિરોધી દલિત મતો કોંગ્રેસ- આરજેડી અને થોડા અંશે નીતિશને મળવાના હોય. પશુપતિનાથ આ મતમાં ફાચર પડાવીને ખેચાય તેટલાં મતો ખેચશે.
ચૂંટણીના પરિણામો બાદ ફરીથી ભાજપના પાટલે બેસી જાય તેવી સંભાવના વધારે છે. આવું થાય ત્યારે સ્થિતિ કેવી બનશે? ભાજપ વિરોધી મતોથી ભાજપ મજબૂત બનશે!
રાજકીય આટાપાટા સમજવા અતિ કઠીન છે. પશુપતિ કોંગ્રેસના મોરચામાં ગોઠવાઇ જાય તો વધારે દલિત મતો ખેચી શકે. આ મતો લઇને ફરી એનડીએમાં ગોઠવાઇ જવામાં તેમને શરમ નહિ આવે. આનો અર્થ શું કાઢવો? કોંગ્રેસનો મોરચો ભાજપ વિરોધી મતો મેળવ્યા બાદ પણ ભાજપને જ મજબૂત કરશે!
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
