<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

પિત્‍ઝૂ હારી ગયું: ભાગવાવાળી...

બ્રાન્‍ડના નામે હાલી નીકળેલાની હવા નીકળવા લાગીઃ આઉટલેટ ધડાધડ બંધ...

 શિયાળો એટલે રોટલા અને ઓળાની મોજ... આરોગ્‍ય વિજ્ઞાન પ્રમાણે શિયાળો તંદુરસ્‍તીને ટનાટન રાખવાનો સમય ગણાય. ભારે - પૌષ્‍ટિક ભોજન-લીલા શાકભાજીના ઢગલાં.... ભારતીય ભોજન પરંપરામાં ઠંડા માહોલમાં અસંખ્‍ય વાનગીઓ બને છે. દરરોજ એક વાનગી બનાવવામાં આવે તો પણ સાત મહિના  ઓછા પડે તેટલું વૈવિધ્‍ય આપણી પરંપરામાં છે. માત્ર વાનગીનું જ નહિ, સ્‍વાદ અને પોષણનું વૈવિધ્‍ય પણ અપાર છે.

પોતાની જાતને સુધરેલા અને આધુીનક માનનારા ભારતીય પરંપરાના ફુડને દેશી ગણીને મજાક ઉડાવે છે અને પિત્‍ઝા તથા બર્ગર વગેરેના રવાડે ચઢે છે. પંજાબી-ચાઇનીઝ-ઇટાલીયન-પિત્‍ઝા વગેરે ઝાપટવા લાગ્‍યા. વિચિત્ર ફુડના ખોફનાક પરિણામો મળ્‍યા છતાં હજુ ઘણાં સ્‍વાદના ચશ્‍કાને બ્રેક મારી શકતા નથી.

ફુડના ધંધાર્થીઓ આ ચશ્‍કાનો ગેરલાભ લેવા મેદાનમાં આવી ગયા. વિવિધ બ્રાન્‍ડસના નામે પિત્‍ઝા ગુજરાતભરમાં છવાઇ ગયા હતા. પાચન તંત્રની પથારી ફેરવતા - મોંઘાદાટ પિત્‍ઝાનો ટ્રેન્‍ડ હજુ ખતમ થયો નથી. ઝગમગાટ કરતા પિત્‍ઝા સેન્‍ટરમાં પોતાને સુધરેલા ગણાવતા પરિવારો હજુ પ્રષ્‍ઠિાના નામે જાય છે.

એકાદ-બે સેન્‍ટર પર નહિ, સમગ્ર ગુજરાતનું વિહંગાવલોકન કરો તો ખ્‍યાલ આવશે કે ગુજરાતની મહાકાય ફુડ માર્કેટમાં પિત્‍ઝૂ પરાજિત થઇ ગયું છે. ગુજરાતીઓ સિમેન્‍ટનાં રોટલાને અવગણીને ફરીથી બાજરા-મકાઇના રોટલાં તરફ વળી ગયા છે. બ્રાન્‍ડના નામે હાલી નીકળેલા પિત્‍ઝા સ્‍ટોર્સ ભાગવાવળી કરી છે.

તાજેતરમાં જાહેર થયેલા રિપોર્ટ પ્રમાણે ગુજરાતભરમાં પિત્‍ઝા આઉટલેટસ ધડાધડ બંધ થવા લાગ્‍યા છે. માત્ર અમદાવાદમાં જ ૧૦ મહિનામાં ૧૦૦ જેટલા પિત્‍ઝા આઉટલેટસ બંધ થઇ ગયા છે. ગુજરાતભરમાં ત્રણ બ્રાન્‍ડના પિત્‍ઝા આઉટલેટસ સંપૂર્ણ બંધ થઇ ગયા છે.

ઓનલાઇન ફુડ તંત્રના રિપોર્ટ પ્રમાણે પિત્‍ઝા-બર્ગર વગેરે જેવા ફુડના ઓર્ડરમાં ૬૦ ટકા ઘટાડો થઇ ગયો છે. આ  સ્‍થિતિ દર્શાવે છે કે, ફુડના નામે દેખાડો-ઝાકમઝોળ લાંબો સમય ચાલતી નથી. ફુડ સ્‍વાદિષ્‍ટ હોવું જોઇએ, પણ ખોરાકનો મુખ્‍ય ઉદ્‌્‌ેશ પોષણ હોય છે. વર્તમાન સમયમાં ફુડ ઉત્‍પાદકો પોષણને બદલે પ્રોડકટસનો દેખાવ, પેકિંગ અને સ્‍વાદમાં જ વધારે ધ્‍યાન આપે છે. આવા ફુડ આરોગ્‍ય માટે અતિ જોખમી બની જાય છે.

પિત્‍ઝા જેવા ફુડના રવાડે ચઢીને મોટી બ્રાન્‍ડમાં રોકાણ કરનારા પણ અફસોસ કરી રહ્યા છે. આઉટલેટ ખોલનારા લોકલ વ્‍યાપારીઓમાં ઘણાં ખોટના ખાડામાં ઉતરી ગયા છે. માર્ક કરવા જેવી બાબત એ છે કે, ફુડક્ષેત્રે પણ કપડાંની જેમ ફેશન ઝડપભેર બદલાઇ રહી છે. પિત્‍ઝુ હાલ સાવ પછડાઇ ગયું. નવું ગતકડું આવશે એ થોડુ ચાલીને પછડાશે... આવા ફેશનેબલ ફુડમાં રોકાણ કરશો. તો રોટલીના પણ નહિ રહે....

(10:42 AM IST)