News of Thursday, 5th December 2024
દેવેન્દ્ર સરકારઃ કઠીન રસ્તો
શકિતશાળી શિંદે કેટલા દિવસ કાબૂમાં રહેશે?:હિન્દુત્વની સ્પર્ધા પણજામશે
સી.આર.પાટીલે દિલ્હીમાં ગુજરાતનું સ્નેહ મિલન આયોજિત કર્યુ છે. રાજયના રાજકીય ભવિષ્ય અંગે હિલચાલ થાય તેવી સંભવાના છે. ગુજરાતમાં ભાજપ જીતે છે, પણ નેતાગીરીએ વિશ્વાસ ગુમાવી દીધો છે. સંગડન- સરકારમાંપદ માટે નિયમો બન્યા છે, પણ ભાજપે ગુજરાતમાં મુખ્યકાર્ય સરકારને લોકહિતમાં દોડતી કરવા કરવાનું કરવુ પડે તેમ છે. પ્રાદેશિક નેતાની ધાક અને પ્રભાવ લોકમાનસમાં સ્થપાય તે દિશામાં કાર્ય થવું જોઇએ.
હાલ દેશભરમાં ભાજપ ફૂલ પાવરમાં છે, પણ રાજયોમાં સરકારો રચાયા બાદ ભાજપ જ ભાજપ વિરોધી બની જાય છે. આ ટ્રેન્ડ પક્ષના ભવિષ્ય માટે ખતરનાક છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં ભાજપ ગોૈરવ સ્થાપી રહ્યો છે. દેવેન્દ્ર ફડવણીશ મુખ્યમંત્રી તરીકે ઘોષિત થઇ ગયા છે. સાથી પક્ષો માની ગયા છે.
સમીક્ષકોના મતે સંઘનો હાથ ઊપર રહ્યો છે. મહારાષ્ટ્રમાં સંઘના એજન્ડા તાકાતથી અમલમાં મૂકાય તેવી પણ સંભાવના છે. જો કે મહારાષ્ટ્રનું સમગ્ર રાજકીય ચિત્ર જોતા દેવેન્દ્ર સરકાર માટે શાસનનો માર્ગ સરળ નથી. અતિ કઠીન છે. એકનાથ શિંદે રીસાયાબાદ માની ગયા છે, પણ કેટલા દિવસ કાબૂમાં રહેશે? આ મુખ્ય પ્રશ્ન છે. અજિત પવાર વિશેષ સખડ ડબળ કરી શકે તેમ નથી, શિંદે શકિત શાળી અને પાવર માટે તત્પર રહેનાર નેતા છે.
સંઘન એજન્ડા ચલાવવા સાથી પક્ષોને ખુશ રાખવા અને ભાજપ મોવડીને પણ સાચવી લેવા એ દેવેન્દ્ર સરકાર માટે મુખ્ય પડકારો છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં વિપક્ષ પણ નબળો નથી. બેઠકો ભલે ઓછી રહી, પરંતુ ઉધ્ધવ ઠાકરે જૂથને નગણ્ય કરી શકાય તેમ નથી.
આ જૂથે પરાજય માંથી બેઠા થઇ ને ગઇકાલે જ ફરીથી સંકેત આપી દીધો છે. કોંગ્રેસ તથા એનસીપી (શરદ ) ની સરકાર કર્યા વગર બિનસાંપ્રદાયિક એજન્ડા ઉધ્ધવ જૂથે ફગાવી દીધા છે. ભવિષ્યમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં હિન્દુત્વ અંગે સ્પર્ધા જામે તેવો માહોલ પણ સર્જાઇ શકે છે. એક શકયતા પ્રમાણે શિવસેનાના ઉધ્ધવ -શિંદે જૂથો ફરીથી સાથે બેસીને પોતાની તાકાત વધારી શકે છે. શિંદે જૂથને એવી આશા છે કે, પ્રધાન મંડળની રચના થયા બાદ ભાજપી ધારાસભ્યોમાં વ્યાપક અસંતોષ સર્જાઇ શકે છે. પક્ષે દરેકને પદની લાલચ આપી છે,એ બાબત શકય નથી. આ કારણે છ- આઠ મહિનામાં પક્ષ માંથી જ જ પક્ષ વિરોધી અવાજ ઉઠી શકે છે. અસંતુષ્ટોને પોતાની તાકાત બનાવવાની વેતરણમાં શિંદે જૂથ હોવાનું ઘણાં સમીક્ષકો માને છે. મહારાષ્ટ્રમાં રાજનીતિ રોમાંચક બનશે ગમે ત્યારે ગમે તે બનવાની સંભાવના રહેલી છે.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
