તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
સંભલઃ વિપક્ષે ‘‘રંગ''પકડ્યો!
રાજકીય પતન પછી પણ અખિલેશ- રાહુલના લઘુતમ સમક્ષ મુજરાઃ ભાજપને મોજ
શિયાળુ સત્રના પ્રથમ દિવસે જ અદાણી જેવા મુદે્ વિપક્ષ લોકસભામાં બઘડાટી બોલાવી હતી. મોદીજી બોલ્યા કે કેટલાક લોકો મને કામ કરવા દેતા નથી.
દેશ સામે વાસ્તવિક મુદ્ાઓનો પાર નથી, પરંતુ વિપક્ષ આ મુદ્ાઓ ઉટાવવાને બદલે ફેઇલ થયેલા મુદાઓના ચકરડામાં જ ફરતા રહે છે. જે દૃષ્ટિકોણ લોકોએ ફગાવી દીધો છે, તે લઇને હજુ વિપક્ષ દેકારા કરે છે. અદાણી મુદ્ે છેલ્લા પાંચ વર્ષથી કોંગ્રેસ ધંધે લાગી છે. આ મુદો સાચો હોય તો પણ કોંગ્રેસને મત નથી મળ્યાએ હકીકત છે. અમેરિકી પ્રકરણ બાદ રાહુલે અદાણી મુદો ખૂબજ ચગાવ્યો છતા અદાણીના શેર ઉપર પહોંચી ગયા છે. લોકો જ કોંગ્રેસના મુદાને ગંભીરતાથી લેતા નથી એ સાબિત થઇ ગયું છે છતા કોંગ્રેસ એ મેદે ઢસડાતી રહી છે.
વિપક્ષનો વિચિત્ર દૃષ્ટિકોણ મોદી અને ભાજપ માટે ખૂબ અનુકુળ છે. યુપીના સંભલમાં લઘુમતીને એક સ્થાનમાં મંદિર હોવાનો વિવાદ ચાલે છે. કોર્ટે આ સ્થાનનો સવે કરવા આદેશ આપ્યો છે હજારો લોકોના ટોળાએ સર્વે ટીમ પર હુમલો કર્યો અને આગજની સહિતની હિંસા કરી.
વિપક્ષનો વિચિત્ર દૃષ્ટિકોણ મોદી અને ભાજપ માટે ખૂબ અનુકુળ છે. યુપીના સંભલમાં લઘુમતીના એક સ્થાનમાં મંદિર હોવા નો વિવાદ ચાલે છે. કોર્ટે આ સ્થાનનો સર્વે કરવા આદેશ આપ્યો છે. હજારો લોકોના ટોળાએ સર્વે ટીમ પર હુમલો કર્યો અને આગજની સહિતની હિંસા કરી.
માત્ર ધાર્મિક નહી, રાજકીય દૃષ્ટિએ પણ સંભલ મુદ્ે અતિ મહત્વનો છે. કોર્ટના આદેશથી સર્વે થાય તેનો વિરોધ કરવો - હિંસા કરવીએ કોઇ સંજોગોમાં યોગ્ય ન ગણાય. લઘુમતણી સમુદાયના ટોળાનું વિપક્ષે ખાસ કરીને અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીએ ખુલ્લુ સમર્થન કર્યુ છે.
સપા- કોંગ્રેસ વગેરે જયા પક્ષોની દિશા લઘુમી તરફી રહી છે. કોઇપણ પક્ષ કોઇ પણ વિચારધારા રાખી શકે છે, પરંતુ કોર્ટની કાર્યવાહી વિરૂધ્ધ હિંસા કરવીએ તો ગુન્હાખોરીની બાબત છે. મત માટે કોંગ્રેસ- સપા ગુન્હાખોરોની તરફેણ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, સંભલમાં તંત્રએ સંયમ રાખવાની જરૂર હતી.
સર્વે ટીમ પર જીવલેણ હુમલા થયા તેના વિરોધમાં સપા- કોંગ્રેસ કે કોઇ વિપક્ષ કંઇ જ બોલતો નથી. સપા જયા પક્ષોને તો લઘુમતીઓના મતો મળે છે.
કોંગ્રેસતો લઘુમતી પ્રભાવી બેઠકો પર પણ પરાજિત થઇ રહી છે, છતા શા માટે વધારે પડતી તરફેણ કરે છે.?
બહુમતી સમુદાય જ કોઇ પણ દેશની રાજનીતિમાં નિર્ણાયક હોય છ. ભાજપે આ સમુદાય પકડી લીધો છે. કોંગ્રેસ કે અન્ય વિપક્ષો જેટલી લઘુમતી સમુદાયની તરફેણ કરે તેટલો ભાજપ વધારે મજબુત થાય છે. કોંગ્રેસને છેલ્લા દશ વર્ષથી આ અનુભવ થઇ રહ્યો છે છતા કારણ વગર લઘુમતી સમુદાય પાછળ ઢસડાતો રહે છે.
દૃષ્ટિકોણ તથા નકકર રણનિતિના અભાવના કારણે વિપક્ષ સાવ ડલ થતો જાય છે. આ સામે બહુમતી સમુદાય માટે કંઇ વિશેષ પરાક્રમ કર્યા છે.વગર ભાજપ મજબૂત થતો જાય છે વિપક્ષના કારણે ભાજપને મોજે દરિયા છે.
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
