<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

પાક. બાંગ્‍લાદેશઃ હિંસા પરમો ધર્મ

ભારતના લઘુમતીઓ બાંગ્‍લાદેશના લઘુમતીની દશા જુએઃ સમજદારી જ શ્રેષ્‍ઠ ઉકેલ...

 

  પાકિસ્‍તાનમાં ઇમરાન ખાનના વિરોધ પ્રદર્શન પર ગોળીબારના આદેશો આપી દેવાયા. કેટલાય કાર્યકરો ઉકલી ગયા ઇમરાનના પત્‍ની અને કાળા જાદુની માહીર બુશરાબીબીને ભાગવું  ભારે પડયું સમગ્ર પાકિસ્‍તાન તનાવગ્રસ્‍ત બન્‍યું છે. જો કે ભારતના પડોશી રાજય માટે આ નવું નથી. ધર્મના નામ પર સર્જાયેલું પાકિસ્‍તાન કાયમી લોહીથી લથબથ જ રહે છે. દુનિયા ભરમાં આતંકી નેટવર્ક પણ પાકિસ્‍તાની ભૂમિ પરથી ચાલે છે. દેશ બરબાદ - કંગાળ થઇ ગયો છતાં સુધરવાનું નામ લેતો નથી. કોઇપણ દેશ માટે ભીખ માગવી શરમ ગણાય. દુનિયામાં પાકિસ્‍તાનની આબરૂ એટલી બધી છે કે, ભીખ માટે પાક. વડાપ્રધાન આજીજી કરે છે, છતા કોઇ તેને આપતું નથી.

આヘર્ય એ વાતનું છે કે આવા બરબાદ દેશના આશિકોના ટોળા ભારતમાં ધબકે છે. ભારત વાસ્‍તવમાં બિન-સાંપ્રદાયિક દેશ છે. અહીં દરેક ધર્મ - કોમને આઝાદી છે. કોઇ દેશમાં લઘુમતી સમુદાય પાસે નહી હોય તેટલો પાવર ભારતમાં લઘુમતીઓ પાસે છે. આ બાબત જે તે સમુદાય પર દેશનો ઉપકાર ગણાય. દેશનું  ઋણ જીવનભર  ચુકવવાનું હોય છે. મહા આヘર્ય એ છે કે, ઋણ ચુકવવું તો દુર ચોકકસ લઘુમતી રાષ્‍ટ્રના સહિતની અને બહુમતી વિરોધી પ્રવૃતિ ચલાવે છે.

ભારતના  લઘુમતી સમુદાયે પાડોશી દેશ બાંગ્‍લાદેશના લઘુમતી સમુદાયની દશા જોવી જોઇએ બાંગ્‍લાદેશમાં તાજેતરમાં રાજકીય તખ્‍તા પલટ બાદ લઘુમતી હિન્‍દુ સમુદાય પર બેફામ અત્‍યાચાર શરૂ થઇ ગયો છે. પરિવારો પર હુમલાથી માંડીને મંદિરોમાં ગેરકાયદે કબ્‍જા જમાવી દેવાની પ્રવૃત્તિ સમગ્ર બાંગ્‍લાદેશમાં વ્‍યાપક પણે ચાલી રહી છે.

હિન્‍દુ સમુદાય એકઠો થઇ ને દેખાવો કરે તો શાસકો દ્વારા ગોળીબારના આદેશો આપી દેવામાં આવે છે. એક આંક પ્રમાણે છેલ્લા બે મહિનામાં ૪૫ ટકા મંદિરમાં લૂટફાટ કરવાથી માંડીને કબ્‍જા થઇ ગયા છે. થોડો તુલનાત્‍મક અભ્‍યાસ કરો બે દિવસ પહેલા ભારતના ઉત્તર પ્રદેશના સંભલમાં કોર્ટના આદેશથી લઘુમતી સમુદાયના ધાર્મિક સ્‍થાનનો સર્વે  શરૂ થયો ત્‍યારે સર્વે ટીમ  પર હજારો લોકોના ટોળાએ હુમલા કર્યા વાહનોને આગ લગાવીને હિંસ આદરી હતી. લઘુમતી સમુદાય કોર્ટના આદેશને કાયાદાકીય પડકારવાને બદલે હિંસા આદરે છે.

બાંગ્‍લાદેશમાં કોર્ટના આદેશ નથી છતા ત્‍યાંની  બહુમતીએ મંદિરો પર કબ્‍જા જમાવી દીધા હિન્‍દુઓ વિરોધ કરે તો સરકાર ગોળીબારના આદેશો આપી દે છે. બાંગ્‍લાદેશમાં લઘુમતી હિન્‍દુ સમુદાયની દશા બેહાલ બની છે.

આ સામે ભારતમાં બિનસાંપ્રાદાયિકતાનો અમલ છે. પાકિસ્‍તાન - બાંગ્‍લાદેશ હિંસાને જ પરમો ધર્મ માને છે. ભારતમાં સમજદારી નહી વિકશે તો ભવિષ્‍યમાં વિકટ સ્‍થિતિ બની શકે છે. સમજદારી જ શ્રેષ્‍ઠ ઉકેલ છે.

(10:02 AM IST)