<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

શ્વાસ વેચાતા લેવા પડશે

માત્ર દિલ્‍હી જ પ્રદૂષિત નથીઃ ગુજરાતની હવા પણ બગડી રહી છેઃ ઓકિસજન બોટલના ધંધા શરૂ

  ‘‘ યુપી - બિહાર - મધ્‍ય પ્રદેશમા ંખેડૂતો પરાળી સળગાવો છે તેના  કારણે દિલ્‍હી પ્રદૂષિત  થઇ ગયું છે..'' આ શબ્‍દો દિલ્‍હીના મુખ્‍યમંત્રી આતિશાને છે દિલ્‍હી દર શિયાળે ઓકિસજન અછતવાળું બની જાય છે.  અત્‍યાર સુધી દિલ્‍હીની ‘ આપે સરકાર પંજાબને દોષિત ગણતી હતી, હવે પંજાબરમાં આપ સરકાર હોવાથી યુપી, બિહાર વગેરે ભાજપ શાસિત રાજયોને જવાબરદાર ગણે છે. ભારતના દરેક  રાજકીય પક્ષો રાજકીય નાલાયકીમાં મારામારી ધરાવે છે સૌથી સંસ્‍કારી ગણાવી પક્ષ આમ આદમી પાર્ટી તો સૌથી વધારે નાલાયક સાબિત થઇ રહ્યો છે.

મીડિયામાં પ્રદૂષિત રાજધાની દિલ્‍હીની અવ દશા દરરોજ ચમકી રહી છે. ગુજરાતી મીડિયા પણ દિલ્‍હીના ફોટા પ્રકાશિત કરીને ભયાનક પ્રદૂષણનજો ચીતાર આપે છે. મોટાભાગના મીડિયાએ ન્‍યુઝ સેન્‍સ તડકે મૂકીને ઉઠાંતરી પત્રકારત્‍વને જ પ્રાધાન્‍ય આપ્‍યું છે. અન્‍યત્ર પ્રકાશિત  પ્રસારિત થયેલ ન્‍યૂઝ ખુદ માધ્‍યમમાં લઇ લેવાની પ્રવૃતિ મુખ્‍ય બની ગઇ છે.

ગુજરાતી મીડીયા દિલ્‍હીની ચિંતા કરી રહ્યા છે, પરંતુ ગુજરાતની સ્‍થિતિ  દિલ્‍હી  બનવા તરફ દોટ મૂકી રહી છે તે દિશામાં તેની દૃષ્‍ટિ જ જતી નથી. જીવ માત્રના અસ્‍તિત્‍વ માટે જરૂરી ખોરાક તથા પાણીએ ગુજરાતમાં પથારી ફરવાની શરૂ થઇ ગઇ છે.

આડેધડ વિકાસ, નીતિ-નિયમોના ધજાગરા, મુદાની ગંભીરતા જાણ્‍યા વગર હપ્‍તાખોરોથી ભીનું સંકેલવાની પરંપરાના કારણેુ ગુજરાતમાં સામાન્‍ય જીવન ખૂબ કાયદાકીય બનવા લાગ્‍યું છે.

રાજકોટ - ગુજરાતના હવાના પ્રદૂષણ મામલે કોઇને ગંભીરતા હોય તેમ લાગતું નથી. પ્રદૂષણની માત્રા કયારેક મીડીયામાં ઝળકે છે, પરંતુ તેની ગંભીરતા અંગે વિશ્‍લેષણ કે ચિંતા જેવું કંઇ દેખાતું નગથી. આ બાબત દર્શાવે છે કે, જીવન માટે અનિવાર્ય શ્વાસ બાબતે પણ લોકો - મીડીયા કે સરકાર ગંભીર નથી. રાજયના ઘણા વિસ્‍તારમાં શ્વાસ લેવો દુષ્‍કર બને તેવી સ્‍થિતિ હશે, પણ આપણેુ માત્ર દિલ્‍હીની જ ચિંતા કરીએ છીએ.

આજથી વીસેક વર્ષ પહેલા કોઇએ કલ્‍પના પણ કરી નહતી કે પીવાનું પાણી બોટલમાં વેચાતું લેવું પડશે. જળાશયો તથા ભૂગર્ભજળના પ્રદૂષણ મામલે આપણે જરાપણ ગંભીરતા ન દાખવી પરિણામે ઉપલબ્‍ધ જળ  જથ્‍થો પ્રદૂષિત થઇ ગયો અને પીવાનું  પાણી બોટલમાં ખરીદવું પડે છે. આ વિકાસ છે કે વિનાશ? આ પ્રગતિ છે કે અઘોગતિ?

સાવધાન થવાનો સમય છે. હવાનું પ્રદૂષણ વધતું જ જાય છે, નજીકના ભવિષ્‍યમાં શ્વાસ પણ બોટલમાં વેચાતો લેવો પડશે. આવા વિકાસને બ્રેક મારવી જરૂરી છે સામાન્‍ય માણસ માટે ગંભીર સમય આવી રહ્યો છે. ચેતજો.ક 

(10:17 AM IST)