તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Tuesday, 24th September 2024
ખાડા યથાવત, ટોલટેકસ બમણો
શાસકોને શરમ નથી, લોકોની સહન-શકિતનો પાર નથીઃ વિપક્ષ પણ મોૈન
મુખ્યમંત્રીએ મોટા ઉપાડે ઘોષણા કરી કે, ગુજરાતના પંચાયત હસ્તકના ૧૦૨૦ કિ. મી. માર્ગો ક્રોંક્રીટના બનશે. આ માટે સરકારે રૂા. ૬૬૮ કરોડની ફાળવણી કરી છે. માર્ગોનું નિર્માણ સરકારનું સામાન્ય કાર્ય છે, પરાક્રમ નથી. ભુપેન્દ્રભાઇ છાતી ઠોકીને કહે કે, હવે જે સિમેન્ટના માર્ગો બને એ દશ વર્ષ સુધી તૂટશે નહી, તેની હું ગેરન્ટી આપુ છું. આવુ બોલે અને કરી દેખાડે તો તેને પરાક્રમ કહેવાય, પરંતુ ભાજપીઓ પરાક્રમમાં નહી, પ્રસિધ્ધિમાં રસ લે છે. મજબૂતાઇમાં નહી, સેટિંગમાં રસ લે છે. તે હવે સર્વવિદિત છે.
આ કારણે રાજયમાં લગભગ દરેક માર્ગો ભાંગી-તૂટી ગયા છે. ભંગાર માર્ગોના કારણે અકસ્માતો થાય છે, લોકો જીવ ગુમાવે છે, વાહનો પતી જાય છે. આ બધું શાસનની નિષ્ફળતા જ ગણાય. શાસક માટે શરમ ગણાય, પણ શાસકો પ્રસિધ્ધિમાં જ મસ્ત રહે છે.
ગુજરાતમાં રાજયસ્તરના માર્ગો જ નહિ, રાષ્ટ્રીય ધોરી માર્ગો પણ ભાંગી તૂટી ગયા છે. આ કારણે વાહન ચાલકો - મુસાફરો ત્રાહીમામ પોકારી ગયા છે. માર્ગોમાં થીગડાં મારવાના કામના પણ ઠેકાણા નથી. સરકારે ઘોષણા કરવી જોઇએ કે, જયાં સુધી માર્ગો ટનાટન નહી થાય ત્યાં સુધી ટોલટેકસ આપતા નહિ...
આવુ કરવાને બદલે પરાક્રમી ભાજપી શાસકોએ રાતોરાત ગુજરાતમાં ટોલ ટેકસમાં તોતીંગ વધારો ઝીંકી દીધો છે. ટોલ ટેકસમાં અચાનક જ ૪૦ ટકાથી ૯૦ ટકા સુધીનો ગંજાવર વધારો કરીને સરકારી લૂટફાટ આદરી હોવાનું બાપડી બીચારી પ્રજા માનતી થઇ ગઇ હોય તેવું લાગે છે.
ઊંંદરડું દારૂ પીને પોતાને ‘સમથીંગ' માનતું હોય તેમ કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી પોતાને આગામી વડાપ્રધાન માનીને મોટી-મોટી વાતો કરે છે. પોતે મહાન હોવાના તર્ક વારંવાર આપે છે. માર્ગોના નિર્માણ કરાવ્યાનો ફાંકો રાખે છે. અમુક ટાબરિયા ગડકરીના સોશિયલ મીડિયા ફેન બની જતા નિતિનભાઇ હવામાં આવી ગયા છે.
આગામી સ્વપ્નીલ વડાપ્રધાનને સવાલ કરીએ કે, ગુજરાતમાં તૂટેલા હાઇવે માટે જવાબદાર કોણ? કોની સામે પગલા લીધા? ખાડા છતાં ગુજરાતમાં ટોલ ટેકસ વધારવા નિર્ણય કેમ લીધો? દરેક માર્ગો પર ટોટલ કેટલી રકમ વસુલવાનો ટાર્ગેટ છે? કેટલા વર્ષ ટોલ વસુલાશે? આવું કંઇ જાહેરમાં ટોલ નાકા બહાર શા માટે લખાતું નથી ? વધારાનો કરોડો કટકટાવી લેવાતા હોય તો તે માટે શું પગલા?
આમાંથી એક પણ પ્રશ્નનો જવાબ ગડકરી આપી શકે તેમ નથી માર્ગોનું મેનેજમેન્ટ પણ શુધ્ધતાથી- આક્રમકતાથી કરી શકતા નથી તેને વડાપ્રધાન બનવાનો ઢઢો છે! દેશનું સંચાલન કેમ કરશે?
માર્ગો એટલે સરકારી લૂટફાટ, કમોતના રસ્તા, ભ્રષ્ટાચારના પ્રતીક બની ગયા છે, પરંતુ આヘર્ય એ છે કે, લોકોનો આક્રોશ ફાટતો નથી. ભાજપીઓને પણ શરમ આવતી નથી. વિપક્ષને પણ આવા રિયલ મુદ્ામાં તક દેખાતી નથી. ગુજરાતીઓ હેરાન થવાના, લૂટાઇ જવાના, કમોતે મરવાના વ્યસની થઇ ગયા હોય તેવું નથી લાગતું...?
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
