<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

તો સરકારે શું કરવાનું ?

ગણેશોત્‍સ્‍વમાં હુમલા ન થાય તે માટે લોકોને ઉજાગરા કરવા આદેશઃ નવરાત્રીમાં લવ જેહાદ રોકવા રાસોત્‍સવના આયોજકો જ ધંધે લાગ્‍યા...

તાજેતરમાં વિશ્વ હિન્‍દુ પરિષદના રાષ્‍ટ્રીય મહામંત્રી મિલિન્‍દ પરાંડે રાજકોટ આવ્‍યા હતા. તેઓએ જણાવ્‍યું હતું કે, રાજકોટના એક ખાનગી રાસોત્‍સવમાં લવ જેહાદ રોકવા ખેલૈયાઓના આધારકાર્ડ ફરજિયાત બનાવ્‍યા છે. ગુજરાતભરમાં આવો કડક નિયમ લાગુ થવો જોઇએ.

મિલિન્‍દભાઇની વાતમાં દમ છે. ગુજરાતમાં લવ જેહાદ પ્રવૃતિ રણનીતિ પ્રમાણે આગળ વધી રહી છ.ે વંદેમાતરમ્‌ સામે વિરોધ ઉઠાવીને આ રચનાને સાંપ્રદાયિક ગણાવનાર વિધર્મી તત્‍વો નવરાત્રીના આયોજનોમાં ઘુસી જાય છે. ઘણાં તો નામ બદલાવીને રાસોત્‍સવમાં હિન્‍દુ યુવતીઓને ફસાવે છે. આવી હિન પ્રવૃતિ સામે જાગૃતિ જરૂરી છે.

જો કે મુખ્‍ય સવાલ એ છે કે, જાહેર સલામતીની જવાબદારી લોકો પર જ નાખી દેવામાં આવે તો સરકારે શું કરવાનું ? રાજકોટમાં ગણેશોત્‍સવ દરમિયાન પોલીસ તંત્રએ શરમ મૂકીને ગણેશોત્‍સવના આયોજકોને પંડાલની સુરક્ષા માટે સવાર સુધી ઉજાગરા કરવા આદેશ આપી દેવાયો હતો.

ગણેશોત્‍સવમાં પંડાલની સુરક્ષા માટે તથા નવરાત્રીમાં લવ જેહાદ રોકવા માટે લોકોએ જ ગુજરાતમાં ભાજપે એક બેઠક ગુમાવી અને અમુક બેઠકો પર જનસમર્થન નોંધપાત્રરૂપે ઘટ્‍યું છે. આ પરિણામો બાદ રાજયમાં વિપક્ષ થોડો જોરમાં આવ્‍યો છે. લોકપ્રશ્ને લડત પણ આપવા લાગ્‍યો છે.

ભૂપેન્‍દ્રભાઇના નેતૃત્‍વ સામે આ મોટો અને અભુતપૂર્વ પડકાર છે. જો કે ભાજપની વિચારધારા જ પક્ષની મોટી તાકાત છે. આ દિશામાં સરકાર આગળ વધે તો બે વર્ષ ઇનફ સમય છે. બીજો મોટો પડકાર આ દિશાનો જ છે.

છેલ્લા ઘણા સમયથી વિધર્મી સમુદાયના અસામાજિકોનો ઉપદ્રવ ગુજરાતમાં વધી ગયો છે. ગણેશોત્‍સ્‍વ દરમિયાન તાજેતરમાં સુરત-કચ્‍છ-ડીસા વગેરે સ્‍થાનો પર ઉત્‍સવ બગાડવાના પ્રયાસો થયા છે. ગુજરાત માટે આવી ઘટનાઓ આઘાતજનક ગણાય. મોદી યુગમાં ગુજારતને કોમી તનાવમાંથી મુકિત મળી હતી, ફરીથી ગુજરાત કોમી ચકરડામાં ફસાતું નજરે પડે છે.

ધારાસભાની ચૂંટણીમાં ભૂપેન્‍દ્રભાઇના નેતૃત્‍વએ વિકાસનો નારો આપ્‍યો હતો. વચન પ્રમાણે વિકાસ કામો સર્વત્ર ધમધોકાર ચાલી રહ્યા છે. જો કે બે વર્ષ બાદ ગુજરાતમાં ધારાસભાની ચૂંટણી યોજાશે. લોકપ્રિયતા મેળવવા સરકાર વિકાસ તરફથી વિચારધારા તરફ ફોકસ કરવું પડશે.

ઐતિહાસિક બહુમતીની તાકાત અને આક્રમકતાના પરચા આપવા પડશે. જો કે સુરતમાં ગણેશોત્‍સવ પર હુમલા બાદ ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પરચો દેખાડયો હતો. આવી તાકાતનું પ્રદર્શન ગુજરાતના ગમે-ગામે થાય તો લોકપ્રિયતા મજબૂતરૂપે સ્‍થાપિત થઇ જાય. આ માટે બે વર્ષ ઇનફ સમયગાળો છે.

(11:10 AM IST)