તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
મહારાજઃ વિવાદ કરો, બ્રાન્ડ બનાવો
ધાર્મિક મુદ્દો છેડીને નેગેટીવ પબ્લીસીટી લેવાની ફિલ્મી ટોળકીની જૂની આદતઃ આમીરનું ટાબરિયું પણ એ જ માર્ગે
ર૦૬ બેઠકો વધારે ગણાય કે, ર૪૦ ? પ્રશ્ન સરળ છે, પણ કોંગ્રેસને સમજાવતો નથી. મોદીજી ઇટાલી જવા નીકળ્યા ત્યારે કોંગ્રેસ નેતા જયરામે ટોણો માર્યો કે, પૂરી બહુમતી નથી છતાં વિદેશમાં માભો મારવા ઉપડયા. ભાજપ પાસે ર૪૦ બેઠકો છે, એન. ડી. એ. પાસે સ્પષ્ટ બહુમતી છે. મોદી શાસન પૂર્વે મનમોહન સરકાર હતી. આ સમયે કોંગ્રેસ પાસે ર૦૦૪ માં ૧૪પ બેઠકો હતી. ર૦૦૯ માં કોંગ્રેસ પાસે ર૦૬ બેઠકો હતી. આટલી બેઠકોમાં પણ કોંગ્રેસે સરકારો રચી હતી અને જયરામો ઉછળી-ઉછળીને માભા મારતા હતાં.
જો કે ભાજપની બેઠકો ર૦ર૪ માં ઓછી થતા મોટા પડકારો સામે જંગ ખેલવો કસોટી ગણાશે. ચૂંટણી પરિણામો બાદ કાશ્મીરમાં અચાનક ત્રાસવાદી ઘટના શરૂ થઇ ગઇ. દશ વર્ષથી દબાયેલી નેગેટીવ ઉર્જા ફરી સપાટી પર આવવા લાગી છે.
ચારેક દિવસથી ‘મહારાજ' ફિલ્મનો વિવાદ મીડિયામાં ગાજી રહ્યો છે. સમાચારો પ્રમાણે પુષ્ટિ માર્ગીય સંપ્રદાય પર આ ફિલ્મ બની છે, જેમાં સંપ્રદાયનો વિવાદ દર્શાવાયો છે. પુષ્ટિમાર્ગ સનાતન ધર્મની એક શાખા છે. દરેક સંપ્રદાયો અને દરેક ધર્મોના સારા-ખરાબ પાસા હોય છે. ચિંતન કરવા જેવી બાબત એ છે કે, હિન્દી ફિલ્મોના માધ્યમથી અત્યાર સુધી જે ધાર્મિક વિવાદો રજૂ થયા તેમાં મહત્તમ સનાતન ધર્મના કે તેના સંપ્રદાયોના જ છે. સવાલ એ છે કે, સનાતન સિવાયના ધર્મો દૂધે ધોયેલા છે ? આ ધર્મોના નેગેટીવ પાસા ફિલ્મી પડદે શા માટે નથી આવતા ?
થોડો અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે કે, હિન્દી ફિલ્મ જગતની એક ટોળકીને સનાતન ધર્મ કે હિન્દુ રાજા-રાણીના વિવાદ કરીને મફતમાં પ્રસિધ્ધિ લેવાનું ફાવી ગયું છે. નેગેટીવ પલ્બિસિટી માટે આ ટોળકી વિવાદી વિષય છેડી દે છે. ‘મહારાજા' ફિલ્મનો વિવાદ દેશભરનાં મીડિયામાં છવાઇ ગયો છે, જે મફતમાં પ્રસિધ્ધિ ગણાય. કરોડો રૂપિયા ખર્ચતા પણ આટલાં મીડિયામાં આવું સ્થાન ન મળે.
વિવાદ અતિ ગંભીર બને તો ટોળકી માફી માંગી લે છે અને પડદા પાછળ ખંધુ હાસ્ય કરતા હોય છે. આવા તત્વોને માફી કરીને આંદોલનકારીઓ વારંવાર મામા બને છે.
મહારાજ ફિલ્મ વિશેષ છે. આમીર ખાનનું ટાબરિયું જુનૈદ આ ફિલ્મમાં લોન્ચ થયું છે. ફિલ્મ ક્ષેત્રે ખાનખાના ત્રિપૂટી વિવાદોથી બ્રાન્ડિંગ કરવામાં માહેર છે. જુનૈદનું બ્રાન્ડિંગ પણ સનાતનના વિવાદી વિષયથી શરૂ કર્યુ છે. આ ટોળકીને સવાલ એ પૂછવો જોઇએ કે, સનાતન જ શા માટે વિષય બને છે...? કયારેક ખુદના ધર્મનો વિવાદ છેડીને ફિલ્મી પડદે રજૂ કરો...
અભિનયના નામે ધંધો અને અન્ય મિશન ચાલતા હોય તેમ નથી લાગતું ? દેશની સવા અબજની વસ્તીમાં એક અબજથી વધારે સનાતનીઓ છે. અંદરો અંદર બાખડવામાંથી ઊંચા આવતા નથી તેથી ફાલનું તત્વો સનાતનના વિવાદો ફિલ્મી પડદે ઉજાગર કરીને હીરા બની ગયા છે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
