<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

યુવરાજ સિંહે બેલ વગાડીને મેચની શરૂઆત કરાવી

 

નવી દિલ્‍હીઃ ગઈ કાલે લંડનસ્‍થિત લોર્ડ્‍સ ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં ત્રીજી વન-ડે મેચની શરૂઆત યુવરાજ સિહે બેલ વગાડીને કરાવી હતી. આ દરમ્‍યાન યુવરાજ સિહની પત્‍ની અને ઍક્‍ટ્રેસ હેઝલ પણ હાજર રહી હતી. યુવરાજ સિંહે મેચ દરમ્‍યાન આપેલા એક ઈન્‍ટરવ્‍યુમાં કહ્યું હતું કે 'વન-ડે વર્લ્‍ડ કપ ૨૦૨૭ માટે તમારે અનુભવી અને યુવા ક્રિકેટર્સના મિશ્રણવાળી સ્‍ક્‍વોડની જરૂર પડશે. જો રોહિત શર્મા અને વિરાટ કોહલી વર્લ્‍ડ કપના પ્‍લાનમાં સામેલ છે તો ટીમ-મેનેજમેન્‍ટે તેમને હમણાં જ એની જાણ કરવી પડશે. તેમણે દેશ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે.' વીઆઈપી બોક્‍સમાં કુમાર સંગકારા, ક્‍લાઈવ લોઇડ, સુનીલ ગાવસકર, બ્રાયન લારા અને યુવરાજ સિંહ એકસાથે મેચ નિહાળતા જોવા મળ્‍યા હતા

(3:39 PM IST)