<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

રોહિત શર્માની વનડે ટીમમાં પસંદગી બાદ યુવા સ્ટાર યશસ્વી જયસ્વાલને બહાર રખાયો

શું આ માત્ર સંયોગ છે કે પછી પસંદગીકારોનો કોઈ ખાસ સંદેશ? આ મુદ્દે ક્રિકેટ જગતમાં અનેક સવાલો ઉભા થયા:ભારતીય ક્રિકેટમાં ફરી એકવાર પસંદગીને લઈને ચર્ચાઓ તેજ બની

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા ટી20 અને ટેસ્ટ બાદ હવે વનડે કારકિર્દી પણ અંતિમ તબક્કામાં હોવાની ચર્ચા તેજ બની છે. માનવામાં આવી રહ્યું છે કે 19 જુલાઈએ તેઓ પોતાની છેલ્લી વનડે મેચ રમી શકે છે. આ દરમિયાન એક મોટો દાવો સામે આવ્યો છે કે ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી માટે શરૂઆતમાં રોહિતની પસંદગી થવાની નહોતી, પરંતુ અંતિમ ક્ષણે તેમને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું.

અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પસંદગીકારો જયસ્વાલને ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં તક આપવા માંગતા હતા. જોકે, રોહિત શર્માની પસંદગી થતાં યશસ્વીને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા. દાવો એવો પણ છે કે પસંદગીકારો રોહિતને એ સંદેશ આપવા માંગતા હતા કે તેમના કારણે એક યુવા ખેલાડીને તક ગુમાવવી પડી છે. અહેવાલ મુજબ, પસંદગીકારોએ પહેલેથી જ નક્કી કર્યું હતું કે યશસ્વીને લાંબા ગાળે ભારતીય ટીમમાં સતત તક આપવામાં આવશે. તેમ છતાં હાલ તેઓ મુખ્યત્વે ટેસ્ટ ક્રિકેટમાં જ જોવા મળે છે. યશસ્વી હાલમાં T20 અને વનડે ટીમના નિયમિત સભ્ય નથી.

ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે યશસ્વી જયસ્વાલ ભવિષ્યમાં રોહિત શર્માના સૌથી મજબૂત વિકલ્પ બની શકે છે. તેમના આંકડા પણ આ વાતને સમર્થન આપે છે. યશસ્વીએ અત્યાર સુધી 29 ટેસ્ટ મેચોમાં 48.75ની સરેરાશથી 2,535 રન બનાવ્યા છે, જેમાં 7 સદી સામેલ છે. વનડે ક્રિકેટમાં તેમણે માત્ર 6 મેચમાં જ 2 સદી ફટકારી છે અને તેમની એવરેજ 70થી વધુ છે. જ્યારે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 22 મેચ દરમિયાન 723 રન નોંધાવ્યા છે, જેમાં 1 સદી અને 5 અડધી સદી સામેલ છે. તેમનો સ્ટ્રાઈક રેટ પણ 160થી વધુ છે, જે તેમની આક્રમક બેટિંગની સાબિતી આપે છે.

(12:02 AM IST)