<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

ટ્રોફી અટકાવી શકશો, ભારતની જીત નહીં, બન્ને એશિયા કપની ટ્રોફી મુંબઇ પહોંચશે : બીસીસીઆઇ

નવી દિલ્‍હી : ભારતીય ક્રિકેટ માટે એશિયા કપની બંને ટ્રોફીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્‍ચે બીસીસીઆઇ સચિવ દેવજીત સૈકિયાએ મોટું નિવેદન આપ્‍યું છે. તેમણે સ્‍પષ્ટતા કરી છે કે, ભારતીય પુરુષ અને મહિલા ટીમે જીતેલી બંને એશિયા કપની ટ્રોફી અંતે બીસીસીઆઇના મુંબઈ સ્‍થિત મુખ્‍યાલયમાં પહોંચશે. જોકે, ટ્રોફી ભારત કયારે આવશે તેની ચોક્કસ સમયમર્યાદા તેમણે આપી નથી.

ભારતીય પુરુષ ટીમે ગયા વર્ષે એશિયા કપ જીત્‍યો હતો, જ્‍યારે તાજેતરમાં ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને હરાવીને મહિલા એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. બંને પ્રસંગે ટ્રોફી એશિયન ક્રિકેટ કાઉન્‍સિલના પ્રમુખ મોહસિન નકવી પાસેથી સ્‍વીકારવામાં આવી નહોતી. બીસીસીઆઇ સચિવના જણાવ્‍યા પ્રમાણે આ બંને ટ્રોફી હવે ભારત લાવવામાં આવશે.

સૈકિયાએ બીસીસીઆઇની એજીએમ બાદ કહ્યું કે ટ્રોફી માટે કોઈ ચોક્કસ સમયરેખા નક્કી કરવામાં આવી નથી, પરંતુ તેમને વિશ્વાસ છે કે બંને ટ્રોફી એક દિવસ બીસીસીઆઇના વાનખેડે સ્‍ટેડિયમ સ્‍થિત મુખ્‍યાલયમાં હશે. આમ, મેદાન પર એશિયા કપ જીત્‍યા બાદ ટ્રોફી વગર પરત ફરેલી ભારતીય ટીમોને હવે તેમની બંને ચેમ્‍પિયન ટ્રોફી મળવાની આશા છે.

આ સમગ્ર ઘટનાક્રમને કારણે ભારત અને પાકિસ્‍તાનના ક્રિકેટ સંબંધો ફરી ચર્ચામાં આવ્‍યા છે. બીસીસીઆઇ અગાઉ કહી ચૂકયું છે કે ટ્રોફી પ્રેઝન્‍ટેશન અંગેનો નિર્ણય સંસ્‍થાકીય હતો અને તે સમયની પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને લેવામાં આવ્‍યો હતો

(11:30 AM IST)