તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Friday, 19th June 2026
મહિલા T20 વર્લ્ડ કપ: ભારતીય ટીમને મોટો ઝટકો, સ્ટાર સ્પિનર શ્રેયંકા પાટિલ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર
નેધરલેન્ડ્સ સામેની મેચ દરમિયાન ઘૂંટીમાં ગંભીર ઈજા થઈ : રિપ્લેસમેન્ટ તરીકે અનકેપ્ડ પ્લેયર પ્રેમા રાવતની ટીમમાં એન્ટ્રી

નવી દિલ્હી: મહિલા T20 વર્લ્ડ કપ 2026માં શાનદાર પ્રદર્શન કરી રહેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમની સ્ટાર સ્પિન બોલર શ્રેયંકા પાટિલ પગની ઘૂંટીમાં ગંભીર ઈજાના કારણે ચાલુ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. બુધવારે નેધરલેન્ડ્સ સામે રમાયેલી મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે શ્રેયંકાનો પગ મચકોડાઈ ગયો હતો, જેના કારણે તેને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવી પડી હતી.નેધરલેન્ડ્સ સામેની મેચમાં પાવરપ્લેની છેલ્લી ઓવર દરમિયાન આ કમનસીબ ઘટના બની હતી. બોલિંગ કરતી વખતે ૨૪ વર્ષીય શ્રેયંકાના પગની ઘૂંટી ગંભીર રીતે વળી ગઈ હતી અને તે અસહ્ય દુખાવાના કારણે મેદાન પર જ બેસી પડી હતી. મેડિકલ ટીમની મદદથી તેને તરત જ બહાર લઈ જવામાં આવી હતી અને તે મેચમાં ફરી બોલિંગ કરવા આવી શકી નહોતી.અહેવાલો અનુસાર, ઈજાગ્રસ્ત શ્રેયંકા પાટિલના સ્થાને ઉત્તરાખંડની લેગ-સ્પિનર પ્રેમા રાવતને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવી છે. પ્રેમા રાવતે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે બે સીઝનમાં ૬ મેચ રમીને ૩ વિકેટ ઝડપી છે. આ ઉપરાંત, ડોમેસ્ટિક ક્રિકેટમાં સિનિયર ચેમ્પિયનશિપમાં ઉત્તરાખંડને વિજેતા બનાવવામાં પણ તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી.
(6:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
