<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

એશિયન ગેમ્‍સ માટે વિમેન્‍સ બ્રિગેડ તૈયારઃ ડિફેન્‍ડીંગ ચેમ્‍પિયન ભારત ગોલ્‍ડ મેડલ જાળવી રાખવા મેદાને ઉતરશે

ટી૨૦ સ્‍ક્‍વોડમાં ફેરફારઃયાસ્‍તિકા ભાટીયાના સ્‍થાને ૧૭ વર્ષની જી.કમલિની સરપ્રાઈઝ એન્‍ટ્રી

નવી દિલ્‍હીઃ જાપાનમાં આગામી ૧૯ સપ્‍ટેમ્‍બરથી ૪ ઑક્‍ટોબર વચ્‍ચે એશિયન ગેમ્‍સ રમાશે. વિમેન્‍સ ટી૨૦ ક્રિકેટ ઈવેન્‍ટ માટે ભારતે ૧૫ સભ્‍યોની સ્‍ક્‍વોડની જાહેરાત કરી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં વિમેન્‍સ ટી૨૦ વર્લ્‍ડ કપના ગ્રુપ-સ્‍ટેજમાં બહાર થઈ ગયેલી હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમમાંથી આ એકમાત્ર ફેરફાર થયો છે. ગુજરાતના બરોડાની ૨૫ વર્ષની વિકેટકીપર-બેટર ચાસ્‍તિકા ભાટિયાના સ્‍થાને તામિલનાડુની ૧૭વર્ષની જી. કમલિનીને ટીમમાં સ્‍થાન મળ્‍યું છે. ડિસેમ્‍બર ૨૦૨૫માં શ્રીલંકા સામે ડેબ્‍યુ કર્યા બાદ જી. કમલિની ભારત માટે કોઈ પણ ટી૨૦ મેચ રમી નથી. યાસ્‍તિકા ભાટિયાએ વર્લ્‍ડ કપ દરમ્‍યાન ત્રણ ઇનિગ્‍સમાં ૧૩.૬૭ના ઍવરેજથી માત્ર ૪૧ રન બનાવ્‍યા હતા. ઑફ-સ્‍પિનર શ્રેયંકા પાટીલ જે પગની ઘૂંટીની ઈન્‍જરીને કારણે વર્લ્‍ડ કપમાંથી બહાર થઈ ગઈ હતી તેને તેની ફિટનેસ સાબિત કરવાની શરતને આધીન ટીમમાં સામેલ કરવા માં આવી છે. ઇન્‍જરીને કારણે શ્રેયંકાના સ્‍થાને સામેલ કરાયેલી પ્રેમા રાવત એશિયન ગેમ્‍સ માટે પસંદ કરાયેલી ટીમનો ભાગ નથી. હરમનપ્રીત કૌર (કેપ્‍ટન), સ્‍મૃતિ માન્‍ધના (વાઇસ-કેપ્‍ટન), શફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્‍સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ, જી. કમમલની, ભારતી ફૂલમાલી, શ્રી ચરણી, રેણુકા સિહ ઠાકુર, ક્રાન્‍તિ ગૌડ, અરુધંતી રેડ્ડી, શ્રેયંકા પાટીલ, રાધા યાદવ, નંદીની શર્મા.

(2:20 PM IST)