News of Tuesday, 23rd June 2026
સચિનના ‘તેજ'ને ઝાંખું કરશે વૈભવનો ‘સૂર્યોદય'?
૩૭ વર્ષ જુનો મહાન રેકોર્ડ તૂટવાની અણી પરઃ આયર્લેન્ડ સામે મેદાનમાં ઉતરતાની સાથે જે ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશી રચશે નવો ઈતિહાસ

ર્ંનવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આગામી ચાર દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ક્રિકેટના ભગવાન ગણાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો ૩૭ વર્ષ જૂનો એક એવો રેકોર્ડ જોખમમાં છે, જેને અત્યાર સુધી કોઈ સ્પર્શી શક્યું નથી. ભારત અને આયર્લેન્ડ વચ્ચે શરૂ થઈ રહેલી આગામી શ્રેણીમાં જો ૧૫ વર્ષીય વિસ્ફોટક ઓપનર વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ ઇલેવનમાં તક મળશે, તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનારો ભારતનો સૌથી યુવા ક્રિકેટર બનીને ઈતિહાસના પાના પર પોતાનું નામ સુવર્ણ અક્ષરોથી અંકિત કરી દેશે.
મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે વર્ષ ૧૯૮૯માં પાકિસ્તાન સામે જ્યારે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, ત્યારે તેમની ઉંમર ૧૬ વર્ષ અને ૨૦૫ દિવસની હતી. છેલ્લા ૩૭ વર્ષથી ભારત તરફથી સૌથી નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરવાનો આ રેકોર્ડ સચિનના નામે અકબંધ છે. હવે બિહારના વતની અને ડાબોડી ઓપનર વૈભવ સૂર્યવંશી માત્ર ૧૫ વર્ષની ઉંમરે ભારતીય ટીમમાં પસંદગી પામી ચૂક્યો છે. જો ચાર દિવસ પછી તે મેદાન પર રમવા ઉતરશે, તો તે સચિનને પાછળ છોડીને આ સિદ્ધિ મેળવનારો ભારતનો પ્રથમ ખેલાડી બનશે.(
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
