તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
શું રોહિત શર્માના વનડે કરિયર પર પૂર્ણવિરામ મુકાશે?ટીમ ઇન્ડિયામાંથી રજા આપવાની અટકળો તેજ!
લોર્ડ્સ વનડે અગ્નિપરીક્ષા : નબળા ફોર્મ અને ઉંમરના તકાઝા વચ્ચે કેપ્ટનની પ્રતિષ્ઠા દાવ પર; લોર્ડ્સમાં રમાનારી મેચ ભારતીય ક્રિકેટના એક સુવર્ણ પ્રકરણનો આખરી ફેંસલો કરી શકે છે

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન કેપ્ટન અને ‘હિટમેન' તરીકે જાણીતા રોહિત શર્માના આંતરરાષ્ટ્રીય વનડે કરિયરને લઈને ક્રિકેટ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. છેલ્લા કેટલાક સમયથી બેટિંગમાં જોવા મળી રહેલો સાતત્યનો અભાવ અને ઉંમરના તકાઝાને કારણે રોહિત શર્માની ટીમમાં સ્થાન અને કેપ્ટનશિપ બંને સામે સવાલો ઊભા થવા લાગ્યા છે. રમતજગતના આંતરિક સૂત્રો અને વિશ્લેષકોમાં એવી તીવ્ર અટકળો ચાલી રહી છે કે આગામી લોર્ડ્સ વનડે મેચ રોહિત શર્મા માટે કરો કે મરો જેવી સાબિત થઈ શકે છે, અને જો આ મેચમાં તેઓ મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહેશે તો તેમને વનડે ટીમમાંથી કાયમ માટે આરામ આપી દેવામાં આવી શકે છે.
તાજેતરના સમયમાં રોહિત શર્માની રમત શૈલી પર નજર કરીએ તો, ટી-૨૦ ફોર્મેટમાંથી નિવળત્તિ લીધા બાદ વનડે ક્રિકેટમાં તેમનું પ્રદર્શન અપેક્ષા મુજબનું રહ્યું નથી. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) અને પસંદગી સમિતિ હવે આગામી વર્લ્ડ કપ અને યુવા ખેલાડીઓને ધ્યાનમાં રાખીને ભવિષ્યની ટીમ તૈયાર કરવાના મૂડમાં છે. ટીમ મેનેજમેન્ટમાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ, જો લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રોહિતનું બેટ શાંત રહેશે, તો સિનિયર ઓપનરને ટીમમાંથી મુક્ત કરીને નવા લોહીને તક આપવાની પ્રક્રિયાને વેગ આપવામાં આવશે.
પસંદગીકારોનું સ્પષ્ટપણે માનવું છે કે ભારતીય ટીમમાં અત્યારે ઓપનિંગ જોડી માટે અનેક આક્રમક યુવા વિકલ્પો ઉપલબ્ધ છે, જે લાંબા ગાળા સુધી ટીમની કમાન સંભાળી શકે તેમ છે. આ સ્થિતિમાં કોઈ પણ ખેલાડીના ભૂતકાળના શાનદાર રેકોર્ડ્સને આધારે તેને લાંબો સમય ટીમમાં જાળવી રાખવો હવે મુશ્કેલ બની રહ્યો છે.આ સનસનાટીભરી અટકળોને કારણે ભારતીય ક્રિકેટ ચાહકોમાં પણ ભારે ચર્ચા જાગી છે. એક તરફ ચાહકો પોતાના મનપસંદ હિટમેનની ધમાકેદાર વાપસીની આશા રાખી રહ્યા છે, તો બીજી તરફ ક્રિકેટ પંડિતોનું માનવું છે કે રમતથી મોટું કોઈ નથી હોતું અને ફોર્મ ગુમાવ્યા બાદ નિવળત્તિ અથવા ટીમમાંથી બહાર થવું એ દરેક મહાન ખેલાડીના જીવનનો એક અનિવાર્ય હિસ્સો છે.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
