તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
મેચ ડ્રો થતા WTC ફાઈનલની રાહ મુશ્કેલ
ભારતની પોઈન્ટ્સ ટકાવારી ઘટી, ચોથા ક્રમે યથાવત્ રહેવા છતાં ટોચના ત્રણથી અંતર વધ્યું : દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની સ્થિતિ મજબૂત, હવે બાકીની છ ટેસ્ટમાં ભારતે જીતનો ઝંઝાવાત સર્જવો પડશે

નવી દિલ્હી : વેલિંગ્ટન ટેસ્ટમાં ૭૨૦ રનનો વિશાળ સ્કોર ઊભો કર્યા બાદ પણ ભારતીય ટીમ જીતનો સ્વાદ ચાખી શકી નથી. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ ડ્રો રહેતાં ભારતીય ટીમને માત્ર ચાર પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો છે. મેદાન પરની આ નિષ્ફળતાની સૌથી મોટી અસર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના પોઈન્ટ્સ ટેબલ પર જોવા મળી છે. ફાઈનલમાં પહોંચવાની આશા સાથે મેદાનમાં ઉતરેલી ટીમ ઈન્ડિયા માટે હવે આગળનો માર્ગ વધુ પડકારજનક બની ગયો છે. WTCના પોઈન્ટ્સ ટેબલમાં ભારતને મોટો ફટકો પડ્યો છે. વેલિંગ્ટન ટેસ્ટ પહેલાં ભારતની પોઈન્ટ્સ ટકાવારી ૫૧.૫૨ ટકા હતી, જે ડ્રો થતાં ઘટીને ૫૦ ટકા પર આવી ગઈ છે. ભારત ૭૨ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકા ૭૫ ટકા સાથે પ્રથમ અને ઓસ્ટ્રેલિયા ૬૯.૨૩ ટકા સાથે બીજા સ્થાને છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
