<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

વિરાટ આગામી ઘણા વર્ષો સુધી આઇપીએલ રમશે, તેની ફિટનેસ અદભુત છે

આરસીબીના સીઇઓનો દાવો

બેંગલુરુ : રોયલ ચેલેન્‍જર્સ બેંગલુરુના ચીફ એક્‍ઝિકયુટિવ ઓફિસર રાજેશ મેનને વિરાટ કોહલીના આઈપીએલ ભવિષ્‍યને લઈને ચાલી રહેલી તમામ અટકળોનો અંત આણી દીધો છે. એક ઈન્‍ટરવ્‍યુ દરમિયાન જ્‍યારે તેમને પૂછવામાં આવ્‍યું કે કોહલી હજુ કેટલા વર્ષ આઈપીએલ રમશે? ત્‍યારે તેમણે સ્‍પષ્ટ શબ્‍દોમાં જણાવ્‍યું હતું કે, વિરાટ કોહલીની ફિટનેસ અને રમત પ્રત્‍યેનું સમર્પણ અસાધારણ છે. તે આગામી ઘણા વર્ષો સુધી આરસીબી માટે મેદાન પર રનનો વરસાદ કરતો જોવા મળશે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, વિરાટ માત્ર એક ખેલાડી નથી, પણ ટીમનો આત્‍મા છે. તેની ફિટનેસનું સ્‍તર આજના ૨૦ વર્ષના યુવા ખેલાડીઓ કરતાં પણ ચડિયાતું છે અને ક્રિકેટ પ્રત્‍યેની તેની ભૂખ આજે પણ એવી જ છે જેવી કરિયરની શરૂઆતમાં હતી. તે કયાં સુધી રમશે તે નિર્ણય તેનો પોતાનો રહેશે, પરંતુ મેનેજમેન્‍ટને પૂરો ભરોસો છે કે કિંગ કોહલી હજુ લાંબો સમય સુધી ચિન્નાસ્‍વામી સ્‍ટેડિયમમાં ચોગ્‍ગા-છગ્‍ગા ફટકારી ચાહકોને ઝૂમાવશે.

(11:29 AM IST)