News of Sunday, 27th September 2026
વિરાટ કોહલીએ ઇતિહાસ રચ્યો: વનડેમાં ૧૫,૦૦૦ રન બનાવનાર વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો.
ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ રવિવારે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વનડેમાં ઇતિહાસ સર્જ્યો : કોહલીએ પ્રથમ 40 બોલમાં ફિફ્ટી ફટકારી.

નવી દિલ્હી. ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ રવિવારે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વનડેમાં ઇતિહાસ રચ્યો. તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રોહિત શર્માના આઉટ થયા પછી, કોહલીએ પ્રથમ 40 બોલમાં ફિફ્ટી ફટકારી હતી
આ મેચમાં તેના 59 રનથી તેના 15,000 ODI રન પૂરા થયા. કોહલી 15,000 ODI રન પૂરા કરનાર વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો. કોહલીએ તેની 315મી ODIની 303 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી. આ યાદીમાં સચિન તેંડુલકર ટોચ પર છે, જેમણે 463 ODIની 452 ઇનિંગ્સમાં 18,426 રન બનાવ્યા છે. કુમાર સંગાકારા યાદીમાં ત્રીજા ક્રમે છે, ત્યારબાદ રિકી પોન્ટિંગ અને સનથ જયસૂર્યા છે.
વનડેમાં સૌથી વધુ રન
સચિન તેંડુલકર: 18426 વિરાટ કોહલી: 15000* કુમાર સંગાકારા: 14234 રિકી પોન્ટિંગ: 13704 સનથ જયસૂર્યાઃ 13430
વિરાટે ૧૮ ઓગસ્ટ, ૨૦૦૮ ના રોજ શ્રીલંકા સામે વનડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી, કોહલીએ ક્યારેય પાછળ વળીને જોયું નથી. તેણે અનેક વનડે રેકોર્ડ બનાવ્યા છે. તેણે અત્યાર સુધીમાં ૮૦ અડધી સદી અને ૫૪ સદી ફટકારી છે. કોહલી હવે ફક્ત વનડે ફોર્મેટમાં જ રમે છે. તેનું ધ્યાન આગામી વર્ષના વર્લ્ડ કપ પર છે.
૧૫,૦૦૦ વનડે રનની સફર તેંડુલકર વિરુદ્ધ કોહલી ઉંમર: ૩૪ વર્ષ ૬૬ દિવસ વિરુદ્ધ ૩૭ વર્ષ ૩૨૬ દિવસ ઈનિંગ્સ: ૩૭૭ વિરુદ્ધ ૩૦૩ બોલ: ૧૭૫૨૮ વિરુદ્ધ ૧૫૯૫૦ પદાર્પણ પછીના દિવસો: ૬૪૦૨ વિરુદ્ધ ૬૬૧૪
(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
