તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Sunday, 4th October 2026
૧૫ વર્ષની વયે વૈભવ સૂર્યવંશીનો વર્લ્ડ રેકોર્ડ: બન્યો સૌથી નાની વયનો ગોલ્ડ મેડલિસ્ટ
ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત સાથે યુવા ક્રિકેટરે શૂટર સૌરભ ચૌધરીનો ૬ વર્ષ જૂનો રેકોર્ડ તોડી ભારતીય સ્પોર્ટ્સ ઈતિહાસમાં નવો કીર્તિમાન સર્જ્યો

નવી દિલ્હી : ૨૦૨૬ની એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે કટ્ટર હરીફ પાકિસ્તાનને ફાઇનલમાં ૧૯ રને ધૂળ ચાટતી કરીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવી લીધો છે. આ ઐતિહાસિક વિજય સાથે જ ભારતના ૧૫ વર્ષીય યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ એવો કારનામો કરી બતાવ્યો છે જે અગાઉ કોઈ ભારતીય રમતવીર કરી શક્યો નથી.
પાકિસ્તાન સામેની ફાઇનલ મેચ રમાઈ ત્યારે વૈભવની ઉંમર માત્ર ૧૫ વર્ષ અને ૧૯૦ દિવસ હતી, અને આ સાથે જ તે એશિયન ગેમ્સના ઈતિહાસમાં સુવર્ણ ચંદ્રક જીતનારો ભારતનો સૌથી નાની વયનો એથ્લેટ બની ગયો છે. આ પરાક્રમ સાથે તેણે ૨૦૧૮ની જકાર્તા એશિયન ગેમ્સમાં ૧૬ વર્ષની વયે ૧૦ મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ જીતનારા સ્ટાર શૂટર સૌરભ ચૌધરીનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. ભારતની આ જીતે દેશભરમાં ઉત્સાહનો માહોલ સર્જ્યો છે અને વૈભવની આ નાની ઉંમરની મોટી સિદ્ધિ ભારતીય રમતોના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગઈ છે.
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
