News of Thursday, 12th November 2026
અન્ડર-૧૯ એશિયા કપ સેમિફાઇનલ: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ખરાખરીનો જંગ, ફાઇનલમાં કાસા પાકિસ્તાન સાથે ટક્કર થવાની રોમાંચક શક્યતા
વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીરના શાનદાર ફોર્મ વચ્ચે ગુરુવારે મહત્ત્વપૂર્ણ મુકાબલો: જો પાકિસ્તાન પણ સેમિફાઇનલ જીતશે તો ખિતાબી જંગમાં રોમાંચ ચરમસીમાએ પહોંચશે

અલ અમીરાત : અન્ડર-૧૯ એશિયા કપમાં ભારત અને અફઘાનિસ્તાનની યુવા ટીમ વચ્ચે ગુરુવાર, ૧૨મી નવેમ્બરે સવારે ૧૦:૩૦ વાગ્યાથી અત્યંત રોમાંચક સેમિફાઇનલ મુકાબલો રમાવા જઈ રહ્યો છે. આ મહત્ત્વપૂર્ણ મેચમાં ભારતીય ટીમ તરફથી દિગ્ગજ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગના પુત્ર અને ઓપનિંગ બેટ્સમેન આર્યવીર સેહવાગ પર તમામ ક્રિકેટ રસિકોની ખાસ નજર રહેશે, જે હાલમાં બેનમૂન ફોર્મમાં ચાલી રહ્યો છે.
આર્યવીરે તાજેતરમાં જ યુએઈ સામેની મેચમાં ૧૬૦ રનની તૂફાની ઇનિંગ રમી હતી, જેમાં તેણે ૧૭ ચોગ્ગા અને ૭ ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. આ શ્રેણીમાં તે અત્યાર સુધી કુલ ૨૫૨ રનનો ખડકલો કરી ચૂક્યો છે. આ ઉપરાંત ભારતીય બેટ્સમેન અર્જુન રાજપૂત પણ શાનદાર ફોર્મમાં છે, જેમણે અગાઉ પાકિસ્તાન સામેની લીગ મેચમાં ૧૦૭ રનની સુંદર સદી ફટકારી હતી, જો કે તે મેચમાં ભારતનો પરાજય થયો હતો.
ટૂર્નામેન્ટની બીજી સેમિફાઇનલ મેચ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાવાની છે, જેને ધ્યાનમાં રાખીને એવી પ્રબળ સંભાવના સેવાઈ રહી છે કે જો ભારત અને પાકિસ્તાન પોતપોતાની સેમિફાઇનલ જીતી જશે, તો એશિયા કપની ફાઇનલ મેચમાં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન આમને-સમને ટકરાશે. જો આવું થશે તો ભારતીય ટીમ પાસે લીગ મળેલી હારનો બદલો લેવાની સુવર્ણ તક મળશે.
યુવા ખેલાડીઓના આ પ્રદર્શનથી ક્રિકેટ જગતમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય અન્ડર-૧૯ ટીમ અફઘાનિસ્તાનને હરાવીને ફાઇનલમાં પ્રવેશવા માટે પૂરી તાકાત લગાવી રહી છે, અને જો ફાઇનલ ભારત-પાકિસ્તાન વચ્ચે થાય તો ખિતાબી મુકાબલો અત્યંત રોમાંચક અને હાઈ-વોલ્ટેજ બની રહેશે તેવી ક્રિકેટ વિશ્લેષકો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(12:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
