તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Monday, 1st June 2026
ગળામાં તુલસીની માળા અને હાથમાં જાપવાળું મશીનઃ RCB-વિરાટને સપોર્ટ કરવા પહોંચી અનુષ્કા શર્મા

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવારે IPL ૨૦૨૬ ની ફાઇનલ મેચ નીહાળવા મોટાભાગના બોલિવૂડ સ્ટાર્સ પહોંચ્યા હતા. આ દરમિયાન પતિ વિરાટ કોહલીને સપોર્ટ કરવા માટે અનુષ્કા શર્મા સ્ટેડિયમ પહોંચી હતી.
સ્ટેડિયમમાં અનુષ્કા બેંગ્લોર ટીમને સપોર્ટ કરતી કેટલીક મહિલાઓ સાથે ગપસપ કરતી પણ જોવા મળી હતી. આ દરમિયાન અનુષ્કા ખૂબ ખુશ હતી. અનુષ્કાએ પોતાના ગળામાં માળા પણ પહેરી હતી, જેણે ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. અનુષ્કા અને વિરાટ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક ધાર્મિક પ્રવળત્તિઓમાં ભાગ લઈ ચૂકયા છે. તેઓ ઘણીવાર વળંદાવન પ્રેમાનંદ મહારાજ સાથે જોવા મળે છે.
થોડા દિવસો પહેલા એક ક્વોલિફાયર મેચ દરમિયાન અનુષ્કાની આંગળી પર મંત્રોચ્ચાર મશીન પહેરેલુ જોવા મળ્યું હતું, જે બતાવે છે કે તે ભગવાનમાં કેટલી શ્રદ્ધા રાખે છે.
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
