News of Thursday, 18th June 2026
ટ્રાઈ સિરીઝઃઅફઘાનિસ્તાન-A સામે ૧૦૧ રને ધમાકેદાર વિજય મેળવી ઈન્ડિયા-A ફાઈનલમાં
નિશાંત સિંધુની કાતિલ બોલિંગઃ ચાર વિકેટ ઝડપી અફઘાન બેટિંગ લાઇન-અપના છોતરાં ઉડાડ્યા : ભારતીય બેટર્સનો દબદબોઃટોપ ઓર્ડરના ત્રણ ધુરંધરોએ શાનદાર ફિફ્ટી ફટકારી વિશાળ સ્કોર ખડક્યોઃ વૈભવ સૂર્યવંશીનું કથળતું ફોર્મઃ સતત ચોથી મેચમાં ફ્લોપ રહેતા ઓપનિંગ જોડી માટે ચિંતા વધી

નવી દિલ્હીઃ ત્રિપંખીય શ્રેણી (ટ્રાઈ સિરીઝ)માં ઈન્ડિયા-એ પોતાનું શાનદાર પ્રદર્શન જારી રાખતા ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. એક રોમાંચક અને એકતરફી બનેલા મુકાબલામાં ઈન્ડિયા-એ ટીમે અફદ્યાનિસ્તાન-એ ને ૧૦૧ રનના મજબૂત માર્જિનથી પરાજય આપીને ટૂર્નામેન્ટની ફાઇનલની ટિકિટ પાકી કરી લીધી છે. આ ભવ્ય જીત સાથે ભારતે ટૂર્નામેન્ટમાં દબદબો સ્થાપિત કર્યો છે.
મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય બેટર્સે અફદ્યાન બોલર્સની આકરી પરીક્ષા લીધી હતી. ભારતના ટોપ ઓર્ડર અને મિડલ ઓર્ડરના ત્રણ મજબૂત બેટર્સે ક્રિઝ પર ટકીને શાનદાર અડધી સદી ફટકારી હતી. આ ત્રિપુટીની તોફાની બેટિંગના સહારે ભારતીય ટીમે સ્કોરબોર્ડ પર અફદ્યાનિસ્તાન સામે જીતવા માટે રનનો પહાડ જેવો મોટો લક્ષ્યાંક મૂક્યો હતો.
એક તરફ ટીમની જીતથી ખુશીનો માહોલ છે, તો બીજી તરફ ઓપનર વૈભવ સૂર્યવંશીનું ફોર્મ ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય બન્યું છે. વૈભવ આ મહત્વની મેચમાં પણ રન બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો અને આ સાથે ટૂર્નામેન્ટમાં સતત ચોથી મેચમાં તે ફ્લોપ સાબિત થયો છે. ફાઇનલ મેચ પૂર્વે વૈભવનું આ પ્રદર્શન ઓપનિંગ જોડીની નબળાઈ તરીકે સામે આવ્યું છે.
વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી અફદ્યાનિસ્તાન-એ ની ટીમ ભારતીય બોલિંગ આક્રમણ સામે સદંતર નબળી સાબિત થઈ હતી. ભારત તરફથી ડાબોડી સ્પિન ઓલરાઉન્ડર નિશાંત સિંધુએ શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું. નિશાંતે અફદ્યાનિસ્તાનની ઈનિંગને ધ્વસ્ત કરતા મહત્વની ૪ વિકેટ ઝડપી લીધી હતી અને વિપક્ષી ટીમને સસ્તામાં ઓલઆઉટ કરીને ભારતની જીત આસાન બનાવી હતી.
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
