<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

IPL 2026માં GT-RCB વચ્ચે ટોપની ટક્કર: ઓરેન્જ-પર્પલ કેપની રેસ પણ બની રસપ્રદ

સાંઈ સુદર્શન અને શુભમન ગિલ રનની દોડમાં આગળ, ભુવનેશ્વર કુમાર બોલિંગમાં છવાયો

IPL 2026 હવે નિર્ણાયક તબક્કા તરફ આગળ વધી રહી છે અને પ્લેઓફની રેસ વધુ રોમાંચક બની ગઈ છે. GT અને KKR વચ્ચેની મેચ બાદ પોઈન્ટ ટેબલમાં ટોપ સ્થાન માટે RCB અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જોરદાર જંગ જોવા મળી રહી છે. બીજી તરફ ઓરેન્જ કેપ અને પર્પલ કેપની દોડ પણ ચર્ચાનો વિષય બની છે.

60 મેચો બાદ RCB 12 મેચમાં 16 પોઈન્ટ અને 1.053 નેટ રન રેટ સાથે ટોચના સ્થાને છે. ગુજરાત ટાઇટન્સ પણ 16 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે, જોકે નેટ રન રેટના કારણે તે પાછળ છે. SRH 14 પોઈન્ટ સાથે ત્રીજા અને PBKS 12 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.

ઓરેન્જ કેપની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓનો દબદબો જોવા મળી રહ્યો છે. સાંઈ સુદર્શન 554 રન સાથે પ્રથમ સ્થાને છે જ્યારે શુભમન ગિલ 552 રન સાથે ખૂબ નજીક છે. હેનરિક ક્લાસેન અને વિરાટ કોહલી પણ ટોચના દાવેદારોમાં સામેલ છે.

પર્પલ કેપની યાદીમાં RCBના ભુવનેશ્વર કુમારે 22 વિકેટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગુજરાતના કાગીસો રબાડા 21 વિકેટ સાથે કડક ટક્કર આપી રહ્યા છે.

(1:59 PM IST)