<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

જીતના જશ્નમાં ટિમ ડેવિડ મર્યાદા ચૂકયો, ફટકારાયો દંડ

મેદાન પર મિડલ ફિંગર દેખાડવી ભારે પડી; મેચ ફીના ૩૦ ટકાની સાથે બે ડિમેરિટ પોઈન્‍ટની સજા

રાયપુર : રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લુરુ અને મુંબઈ ઈન્‍ડિયન્‍સ વચ્‍ચેની રસાકસીભરી મેચ બાદ એક નવો વિવાદ સર્જાયો છે. મુંબઈનો ઓલરાઉન્‍ડર ટિમ ડેવિડ મેચ દરમિયાન શિસ્‍ત જાળવવામાં નિષ્‍ફળ રહ્યો હતો. આઉટ થઈને પરત ફરતી વખતે તેણે દર્શકો કે વિરોધી ટીમ તરફ અશ્‍લીલ ઈશારો(મિડલ ફિંગર) કર્યો હતો, જે આચારસંહિતાનો ભંગ ગણાય છે. રાયપુરમાં રમાયેલી મેચમાં કેચઆઉટ થયા બાદ ડગઆઉટમાં જતા સમયે ટિમ ડેવિડે અયોગ્‍ય હાવભાવ કર્યા હતા. આઇપીએલ આચારસંહિતાની કલમ ૨.૬ મુજબ આ વર્તનને અપમાનજનક ગણીને તેના પર આકરો આર્થિક દંડ લાદવામાં આવ્‍યો છે.

(3:05 PM IST)