<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

બર્મિંગહામમાં ટીમ ઇન્‍ડિયાની ગર્જનાઃ પ્રથમ વનડેમાં અંગ્રેજોને ૬ વિકેટે કચડીને ભારતે સિરીઝમાં વિજયી શંખનાદ કર્યો

લાંબા સમય બાદ ટીમ ઇન્‍ડિયાએ જીતનો સ્‍વાદ ચાખ્‍યો : અક્ષર પટેલના ઓલરાઉન્‍ડર ડબલ ધમાકા અને કેપ્‍ટન શુભમન ગિલની ૮૦ રનની શાનદાર ઇનિંગના જોરે ભારતે ઇંગ્‍લેન્‍ડને ૨૫૮ રનમાં સમેટીને આસાનીથી લક્ષ્યાંક આંબી લીધો

ર્બમિંગહામઃ ભારતીય ક્રિકેટ ટીમે ઇંગ્‍લેન્‍ડ સામેની વનડે સિરીઝની પ્રથમ મેચમાં યજમાન ટીમને ૬ વિકેટે કારમી હાર આપીને ધમાકેદાર પ્રારંભ કર્યો છે. ર્બમિંગહામ ખાતે રમાયેલા આ મુકાબલામાં ભારતીય બોલિંગ આક્રમણ સામે ઇંગ્‍લેન્‍ડની ટીમ લાચાર જોવા મળી હતી. અક્ષર પટેલે પોતાની કાતિલ સ્‍પિન બોલિંગનો જાદુ ચલાવતા ૪ મહત્‍વની વિકેટો ઝડપી હતી, જેના કારણે ઇંગ્‍લેન્‍ડની ટીમ ૨૫૮ રનના સ્‍કોર પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્‍યારબાદ ૨૫૯ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત મજબૂત રહી હતી. કેપ્‍ટન શુભમન ગિલે મોખરેથી નેતળત્‍વ કરતા ૮૦ રનની શાનદાર અને પરિપક્‍વ ઇનિંગ રમીને જીતનો પાકો પાયો નાખ્‍યો હતો.

 મધ્‍યક્રમમાં થોડી વિકેટો ઝડપથી પડી ગયા બાદ, અક્ષર પટેલ અને વોશિંગ્‍ટન સુંદરે બાજી સંભાળી હતી. આ બંને ઓલરાઉન્‍ડરોએ જવાબદારીપૂર્વક બેટિંગ કરી, ઇંગ્‍લેન્‍ડના બોલરોને હંફાવીને પોતપોતાની અણનમ અર્ધસદીઓ ફટકારી હતી. આ શાનદાર અને અતૂટ ભાગીદારીના જોરે ભારતે ૬ વિકેટ બાકી રાખીને મેચ પોતાના નામે કરી લીધી હતી. આ શાનદાર જીત સાથે જ ભારતે સિરીઝમાં ૧-૦ની લીડ મેળવીને ઇંગ્‍લેન્‍ડ પ્રવાસની ધમાકેદાર શરૂઆત કરી દીધી છે. બીજો વન-ડે આવતી કાલે રમાશે

(10:33 AM IST)