News of Thursday, 26th November 2026
સૂર્યવંશીએ તડાફડીની આગલી રાતે અડધો કલાક યુવરાજસિંહ પાસેથી સલાહ લીધી હતી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડે દ્વારા સોશ્યલ મીડિયા પર ૧૫ વર્ષના તોફાની બૅટર વૈભવ સૂર્યવંશીનો આશરે ૪ મિનિટનો ઇન્ટરવ્યુ શૅર કરવામાં આવ્યો છે. વૈભવ સૂર્યવંશીએ આ વિડિયોમાં ખુલાસો કર્યો કે ધમાકેદાર ડબલ સેન્ચુરી ફટકારવાના એક દિવસ પહેલાં રાત્રે તેણે પોતાના આદર્શ ક્રિકેટર યુવરાજ સિંહ સહિત ૪ મહત્ત્વપૂર્ણ લોકો સાથે ફોન પર વાત કરી હતી.
વૈભવ સૂર્યવંશીએ કહ્યું, ‘મેં ૪ લોકો સાથે વાત કરી હતી. એક મારા પપ્પા હતા, બીજા મારા બાળપણના કોચ મનીષ ઓઝા હતા, ત્રીજો મારો મિત્ર પ્રથમ જાખડ હતો જે અન્ડર-૧૯ ક્રિકેટના દિવસોથી મારી સાથે છે અને ચોથા યુવરાજ સર હતા. મેં તેમની સાથે લગભગ અડધા કલાક સુધી વાત કરી. તેમણે મને બૅટિંગ વિશે ઘણું કહ્યું. છેલ્લી કેટલીક મૅચોથી હું રન બનાવી શકયો નહોતો. તેથી હું થોડો વિચલિત હતો અને વિચારતો હતો કે શું થઈ રહ્યું છે.
હું ખૂબ જ અસ્વસ્થ હતો તેથી મેં સાથે ખુલ્લેઆમ વાત કરી હતી. તેમણે ઘણી ટેક્રિકલ બાબતો પણ સમજાવી જેનાથી મને ઘણી મદદ મળી. મેં મારી બૅટિંગના વિડિયો જોયા તેમની અને સમજાયું કે હું અહીં ભૂલ કરી રહ્યો છું. તેથી આજે મેં એ ભૂલનું પુનરાવર્તન ન કરવાનો પ્રયાસ કર્યો.'
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
