તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
ટીમ ઈન્ડિયાની પસંદગી પ્રક્રિયામાં કડક નિયમો લાગુ: હવે ફક્ત '૨૦૦% ફિટ' ખેલાડીઓને જ મળશે ભારતીય ટીમમાં સ્થાન, BCCI નો મોટો નિર્ણય
વારંવાર ખેલાડીઓની ઈજાઓ અને છેલ્લી ઘડીના ફેરફારોથી કંટાળીને બોર્ડ, કોચ અને સેન્ટર ઓફ એક્સેલન્સે અપનાવી સખત નીતિ; અફઘાનિસ્તાન શ્રેણી માટે ચાર શરતી પસંદગીઓ કરાઈ

નવી દિલ્હી, તા.૦૨: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટીમ ઈન્ડિયાની પસંદગી નીતિમાં એક મોટો અને કડક ફેરફાર કર્યો છે. હવેથી માત્ર ૧૦૦% નહીં પરંતુ ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય મેચો માટે '૨૦૦% ફિટ' હશે તો જ તેમને ટીમમાં સ્થાન આપવામાં આવશે. ભૂતકાળમાં ખેલાડીઓની વારંવાર થતી ઈજાઓ અને શ્રેણીની વચ્ચે જ ટીમમાંથી બહાર થવાની શરમજનક પરિસ્થિતિઓથી બોધપાઠ લઈને BCCI, પસંદગી સમિતિ અને સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ના વડા VVS લક્ષ્મણ દ્વારા આ સખત પગલું ભરવામાં આવ્યું છે.
ભૂતકાળમાં હર્ષિત રાણાનું ઉદાહરણ સામે છે, જે પાંચ મહિનાના વિરામ પછી જૂનમાં આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ શ્રેણીમાં પરત ફર્યા બાદ માત્ર બે અઠવાડિયામાં જ ફરી ઈજાગ્રસ્ત થયા હતા અને પ્રવાસ વચ્ચે જ પરત ફરવું પડ્યું હતું. આ ઉપરાંત જસપ્રીત બુમરાહ, સાઈ સુદર્શન, નીતિશ કુમાર રેડ્ડી અને રવિ બિશ્નોઈ જેવા ખેલાડીઓના કિસ્સામાં પણ છેલ્લી ઘડીએ બદલાવ કરવા પડ્યા હતા, જેને કારણે બોર્ડ અને પસંદગીકારોની ભારે ટીકા થઈ હતી.
આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે હવે CoE એ અત્યંત સાવચેતીભર્યો અભિગમ અપનાવ્યો છે. તાજેતરમાં અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20I શ્રેણી માટે જાહેર કરાયેલી ટીમમાં આ નવી નીતિ સ્પષ્ટપણે જોવા મળી છે, જેમાં હર્ષિત રાણા, જસપ્રીત બુમરાહ, વોશિંગ્ટન સુંદર અને નીતિશ કુમાર રેડ્ડી સહિતના ચાર ખેલાડીઓની પસંદગી શરતી રાખવામાં આવી છે. આ ખેલાડીઓ સત્તાવાર ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ જ ટીમ સાથે જોડાઈ શકશે. BCCI ની આ નવી શિસ્તથી હવે ખેલાડીઓની ફિટનેસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
