<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

ઇંગ્લેન્ડ સામેની T20 અને ODI શ્રેણી માટે શ્રીલંકાની ટીમ જાહેર: કુસલ મેન્ડિસ કપ્તાન, શનાકાની વાપસી

૫ સપ્ટેમ્બરે ઈંગ્લેન્ડ જવા રવાના થશે શ્રીલંકન ટીમ : હસરંગા, થીકશાના અને મદુશંકા બોલિંગ આક્રમણ સંભાળશે

નવી દિલ્હી:  શ્રીલંકાએ વિકેટકીપર-બેટ્સમેન કુસલ મેન્ડિસના નેતૃત્વ હેઠળ ઇંગ્લેન્ડ સામેની ODI અને T20 શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. આ શ્રેણી 15 સપ્ટેમ્બરથી શરૂ થશે. શ્રીલંકા આ પ્રવાસમાં ત્રણ T20I અને ત્રણ ODI રમશે. બંને શ્રેણી માટે ચરિથ અસલંકા ઉપ-કપ્તાન રહેશે. તાજેતરના મહિનાઓમાં ODI માં ઉત્તમ ફોર્મ દર્શાવનાર પથુમ નિસાન્કા પાસેથી ફરી એકવાર ટોચના ક્રમને મજબૂતી આપવાની અપેક્ષા રાખવામાં આવશે. તેની સાથે કામિલ મિશારા, કામિન્દુ મેન્ડિસ, જાનિથ લિયાનાગે અને પવન રથનાયકે જોડાયા છે, જે બેટિંગને મજબૂત બનાવશે. ટીમમાં અનુભવી ઓલરાઉન્ડર ભૂતપૂર્વ કેપ્ટન દાસુન શનાકા, ઓલરાઉન્ડર વાનિન્દુ હસરંગા અને દુનિથ વેલાલાગેનો પણ સમાવેશ થાય છે. આ ખેલાડીઓ બોલિંગ અને બેટિંગ બંને વિભાગમાં શ્રીલંકન ટીમને મજબૂત બનાવશે.શનાકા ODI ટીમમાં પાછો ફર્યો છે અને T20I ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. શ્રીલંકાની ટીમમાં તેની વાપસી શ્રીલંકાની 2027 ODI વર્લ્ડ કપની તૈયારીઓ માટે મહત્વપૂર્ણ છે.ODI શ્રેણી માટે, બોલર તરીકે મહેશ થીકશાના, સચિન્દુ કોલમ્બેજ, દુષ્મંથા ચમીરા, ઇશાન મલિંગા, અસિથા ફર્નાન્ડો અને દિલશાન મદુશંકાને સામેલ કરવામાં આવ્યા છે.T20 શ્રેણી માટે, લાહિરુ ઉદારા અને થરિંદુ રથનાયકેને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે ઝડપી બોલર નુવાન તુશારા અને બિનુરા ફર્નાન્ડો, ચમીરા અને ઈશાન મલિંગા પણ ટીમમાં સામેલ છે. ટીમમાં નિસાન્કા, કામિન્દુ મેન્ડિસ, અસલંકા, જેનિથ લિયાનાગે, શનાકા, હસરાંગા, વેલાલાગે અને થેક્ષાનાનો પણ સમાવેશ થાય છે.પહેલા T20 સિરીઝ રમાવાની છે. પહેલી T20 મેચ 15 સપ્ટેમ્બરે સાઉથમ્પ્ટનમાં, બીજી 17 સપ્ટેમ્બરે કાર્ડિફમાં અને ત્રીજી 19 સપ્ટેમ્બરે માન્ચેસ્ટરમાં રમાશે.આ પછી ત્રણ મેચની ODI શ્રેણી રમાશે. પહેલી ODI મેચ 22 સપ્ટેમ્બરે ચેસ્ટર-લે-સ્ટ્રીટ ખાતે, બીજી 24 સપ્ટેમ્બરે લીડ્સ ખાતે અને ત્રીજી 27 સપ્ટેમ્બરે ધ ઓવલ ખાતે રમાશે. શ્રીલંકાની ટીમ 5 સપ્ટેમ્બરે ઈંગ્લેન્ડ જવા રવાના થશે.

(4:30 PM IST)