તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
અફવાઓ પર ‘સ્કાય'નો મોટો પ્રહારઃ ‘‘ખોટી વાતો પર ધ્યાન ન આપો, હું ટીમની સાથે જ છું''
સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સૂર્યકુમાર યાદવનો સણસણતો જવાબ; કહ્યું- ‘‘મારું યોગદાન હંમેશા શબ્દો કરતાં મોટું રહેશે''

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે સોશિયલ મીડિયા પર પોતાના નામે ફેલાઈ રહેલી ખોટી અફવાઓ અને નિવેદનો પર આક્રોશ વ્યક્ત કર્યો છે. ભારતીય ક્રિકેટ ટીમ અને તેના ખેલાડીઓને લઈને ચાલી રહેલી આ ચર્ચાઓ વચ્ચે સૂર્યકુમારે સ્પષ્ટ શબ્દોમાં અપીલ કરી છે કે આવી કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ કરવો નહીં.
સૂર્યકુમાર યાદવે ભારપૂર્વક જણાવ્યું છે કે ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ (છોકરાઓ) ને તેમનો પૂરેપૂરો સપોર્ટ છે અને ટીમમાં એકતા અકબંધ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ભ્રામક સમાચારો ફેલાવનારાઓને જડબાતોડ જવાબ આપતા સૂર્યકુમારે કહ્યું: ‘‘ મારું યોગદાન ખોટા શબ્દો અને અફવાઓ કરતાં હંમેશા વધુ મજબૂત અને સ્પષ્ટ રહેશે. મારો ફોકસ મારી રમત અને મારી ટીમ પર છે.'' આ નિવેદન સાથે જ સૂર્યાએ સ્પષ્ટ કરી દીધું છે કે બહાર ભલે ગમે તેટલી વાતો થતી હોય, પરંતુ ડ્રેસિંગ રૂમનું વાતાવરણ એકદમ સકારાત્મક છે
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
