તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Wednesday, 1st July 2026
આર્યર્લેન્ડ સામે હાર માટે શ્રેયસ ઐયર નહીં: નિર્ણયો લેનાર હેડ કોચ જવાબદાર
પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ હેડકોચ તરફ નિશાન સાધ્યુ

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીરનું નામ લીધા વગર તેના પર નિશાન સાધતા કહ્યું આયરલેન્ડ સામેની ઁટી૨૦ સિરીઝ હાર માટે કેપ્ટન શ્રેયસ ઐયરને જવાબદાર ઠેરવવું એ બધું એક પ્લાનિગનો ભાગ છે.
મનોજ તિવારીએ પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું, ‘મેં આ હાર માટે જવાબદાર વ્યક્તિ વિશે ઘણી વાર વાત કરી છે, પણ કોઈએ મારા પર વિશ્વાસ ન કર્યો. ટીમના નિર્ણયો લેનાર વ્યક્તિની પીઆર એજન્સી અને તેના મિત્રો આ હાર માટે કેપ્ટન શ્રેયસ ઐયરને દોષી ઠેરવશે. શ્રેયસ ઐયર બેટ્સમેન તરીકે નિષ્ફળ ગયો એ સાચું છે, પરંતુ ફક્ત શ્રેયસ ઐયર જ નિષ્ફળ નહોતો ગયો. બીજા ઘણા ખેલાડીઓ પણ પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયા. ટીમનું આયોજન પણ ખામીયુક્ત હતું. આ વાત એ વ્યક્તિ વિશે છે જે ડ્રેસિગ રૂમમાં શાંતિથી બેસે છે અને હારની જવાબદારી લેતી નથી, પરંતુ હવે આ વિશે ખૂલીને વાત કરવાની જરૂર છે
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
