તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
બોલરોના કંગાળ પ્રદર્શનથી શ્રેયસ અય્યરનો પિત્તો ગયો
વેસ્ટ ઈન્ડિઝ સામે ૨૪ રનથી હારતાં ભારતીય કેપ્ટને બોલિંગની રણનીતિ અને અમલ સામે ઉઠાવ્યા સવાલઃ શનિવારે જે મેચ જીતશે તે સિરીઝ ઉપર કબ્જો કરશે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમને વેસ્ટ ઈન્ડિઝ સામેની ચોથી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં મળેલી હાર બાદ કેપ્ટન શ્રેયસ અય્યરે ટીમના પ્રદર્શન અંગે નારાજગી વ્યક્ત કરી છે. હૈદરાબાદમાં રમાયેલી આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને ૨૪ રનથી હરાવી પાંચ મેચની શ્રેણી ૨-૨થી બરાબર કરી દીધી છે. આ હાર બાદ શ્રેયસ અય્યરે ખાસ કરીને બોલિગ દરમિયાન નક્કી કરેલી રણનીતિનો યોગ્ય અમલ ન થઈ શક્યો હોવાની વાત પર ભાર મૂક્યો હતો. તેના મતે, બોલરો યોગ્ય લાઇન અને લેન્થ જાળવી શક્યા ન હોવાથી વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ ભારતીય બોલિગ પર ભારે પ્રહાર કર્યા હતા.
મેચમાં પ્રથમ બેટિગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે શાઈ હોપની અણનમ ૧૦૨ રનની વિસ્ફોટક ઇનિગ્સના સહારે ત્રણ વિકેટે ૨૪૭ રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. હોપે માત્ર ૫૦ બોલમાં સદી ફટકારી ભારતીય બોલરોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. તેને શેરફેન રધરફોર્ડનો પણ મજબૂત સાથ મળ્યો હતો. રધરફોર્ડે અણનમ ૪૯ રન ફટકારી અંતિમ ઓવરોમાં રનનો વરસાદ વરસાવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ ભારતીય બોલરોને કોઈ પણ તબક્કે હાવી થવાની તક આપી નહોતી.
આટલા મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે શરૂઆતમાં આક્રમક રમત બતાવી હતી, પરંતુ સતત વિકેટો પડતાં જીતનું લક્ષ્ય દૂર થતું ગયું હતું. સંજુ સેમસને ૨૩ બોલમાં ૫૬ રન ફટકારી આશા જગાવી હતી, જ્યારે તિલક વર્મા અને નીતિશ રેડ્ડીએ પણ લડત આપવાનો પ્રયાસ કર્યો હતો. બંને વચ્ચે થયેલી ભાગીદારીએ ભારતને મેચમાં ટકાવી રાખ્યું, પરંતુ વેસ્ટ ઈન્ડિઝના બોલર કીમો પોલે પાંચ વિકેટ ઝડપી ભારતની બેટિગને મોટો ફટકો આપ્યો હતો. આખરે ભારતીય ટીમ ૧૯.૩ ઓવરમાં ૨૨૩ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
હાર બાદ શ્રેયસ અય્યરે બોલરોના પ્રદર્શન અને મેદાન પર યોજનાના અમલમાં રહેલી ખામીઓ તરફ ધ્યાન દોર્યું હતું. ખાસ કરીને લાઇન અને લેન્થમાં થયેલી ભૂલોને કારણે વેસ્ટ ઈન્ડિઝને મોટો સ્કોર બનાવવાની તક મળી હતી. ભારતીય ટીમે હવે આ ભૂલોમાંથી બોધપાઠ લઈને આગામી મેચમાં વધુ સચોટ બોલિગ અને સારા અમલ સાથે મેદાનમાં ઉતરવું પડશે. પાંચમી અને નિર્ણાયક ટી-૨૦ મેચમાં ભારત માટે શ્રેણી જીતવાની તક જાળવી રાખવા દબાણ વચ્ચે શ્રેષ્ઠ પ્રદર્શન કરવું અનિવાર્ય બન્યું છે
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
