તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Sunday, 19th July 2026
માત્ર 1 રનથી શાહરુખની ટીમ અમેરિકામાં ચેમ્પિયન બની :ફાઇનલમાં વોશિંગટન ફ્રીડમને હરાવ્યું
સુનીલ નારાયણ ફાઈનલનો હીરો, પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પણ બન્યો

મેજર લીગ ક્રિકેટ (MLC) 2026ની ફાઈનલમાં લૉસ એન્જિલિસ નાઈટ રાઈડર્સ એ રોમાંચક મેચમાં વૉશિંગ્ટન ફ્રીડમને 1 રનથી હરાવ્યું. રવિવારે ઓકલેન્ડ કોલિજિયમમાં અંતિમ બોલ સુધી ચાલેલ આ મુકાબલામાં નાઈટ રાઈડર્સે દબાણમાં શાનદાર પ્રદર્શન કરતા ઈતિહાસ રચ્યો હતો. શાહરૂખ ખાનની સહ-માલિકીવાળી આ ટીમે પ્રથમવાર મેજર લીગ ક્રિકેટમાં ટાઈટલ જીત્યું છે.
પ્રથમ બેટિંગ કરતા એલએ નાઈટ રાઈડર્સે 20 ઓવરમાં 164 રન કર્યા હતા. જે પછી બોલિંગમાં અનુભવી ઓલરાઉન્ડર સુનીલ નારાયણ અને કેપ્ટન જેસન હોલ્ડરે શાનદાર પ્રદર્શન કરતા 3-3 વિકેટ લીધી અને વૉશિંગ્ટન ફ્રીડમને મહાત આપી હતી. જોકે, વૉશિંગ્ટન ફ્રીડમે અંતિમ ઓવર સુધી સંઘર્ષો કર્યો અને જીતની ઘણી નજીક પહોંચી ગઈ હતી. પરંતુ અંતિમ બોલ પર રન આઉટ સાથે તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું.
એલએ નાઈટ રાઈડર્સે માત્ર 1 રનથી જીતી પ્રથમવાર MLC ટ્રોફી પર કબજો કર્યો. આ જીત નાઈટ રાઈડર્સ ફ્રેન્ચાઈઝી માટે ઘણી ખાસ રહી છે. કારણ કે, અમેરિકાની મેજર લીગ ક્રિકેટમાં ટીમ પ્રથમવાર ચેમ્પિયન બની છે.
અનુભવી ખેલાડીઓના શાનદાર પ્રદર્શન અને અંતિમ ઓવરમાં દાખવેલ ધીરજે એલએ નાઈટ રાઈડર્સને ઐતિહાસિક જીત અપાવી છે. સુનીલ નારાયણને તેના પ્રદર્શન બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. બીજી તરફ સુનીલ નારાયણને સંપૂર્ણ ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન બદલ ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’નો એવોર્ડ પણ મળ્યો. સુનીલ નારાયણે લીગની આ સિઝનમાં 18 વિકેટ લેવા ઉપરાંત 204 રન કર્યા હતા.
(5:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
