તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
સંજુના તોફાને અફઘાનિસ્તાન ઉડાવ્યું, ભારતે સિરીઝ ખિસ્સામાં મૂકી!
૨૨ બોલમાં ૫૭ રનની સેમસન-સુનામી, નીતિશની ૩ વિકેટ; ૧૬૦નો ટાર્ગેટ માત્ર ૧૪.૫ ઓવરમાં પાર કાલે સિરીઝનો છેલ્લો મેચ

નવી દિલ્હીઃ બીજી ટી-૨૦માં ભારતે અફદ્યાનિસ્તાનને ૭ વિકેટે હરાવી ત્રણ મેચની સિરીઝમાં ૨-૦ની અજેય લીડ મેળવી સિરીઝ પોતાના નામે કરી. અફદ્યાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૫૯ રન બનાવ્યા હતા. ભારત તરફથી નીતિશ કુમાર રેડ્ડીએ ૨૪ રનમાં ૩ વિકેટ ઝડપી બોલિંગમાં અફદ્યાનિસ્તાનને મોટો સ્કોર કરતા રોક્યું.
૧૬૦ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને સંજુ સેમસને તોફાની શરૂઆત અપાવી. સેમસને માત્ર ૨૨ બોલમાં ૫૭ રન ફટકારીને અફઘાન બોલરોની ધુલાઈ કરી. તેની સાથે અભિષેક શર્માએ પણ ૩૯ રનની ઝડપી ઇનિંગ રમી. ત્યારબાદ ઈશાન કિશન અને તિલક વર્માએ ટીમને વિજય સુધી પહોંચાડી.
ભારતે માત્ર ૧૪.૫ ઓવરમાં ૩ વિકેટે ૧૬૩ રન બનાવી લક્ષ્યાંક હાંસલ કરી લીધો. આ જીત સાથે ભારતે એક મેચ બાકી હોવા છતાં વ્૨૦ સિરીઝ પર કબજો કરી લીધો છે.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
