તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
રાજસ્થાન રોયલ્સના 15 વર્ષીય ઓપનર વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચ્યો :એક સીઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારી અભિષેક શર્માનો રેકોર્ડ તોડ્યો
વૈભવ સૂર્યવંશીએ એક સીઝનમાં સૌથી વધુ 43 છગ્ગા ફટકારી વિરાટ-સૂર્યાને પણ પાછળ છોડ્યા:હવે ક્રિસ ગેલના વર્લ્ડ રેકોર્ડ પર નજર: હજુ બે મેચ બાકી

મુંબઈ :આઈપીએલ 2026માં રાજસ્થાન રોયલ્સના 15 વર્ષીય ઓપનર વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચ્યો છે. દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં તેણે એક સીઝનમાં સૌથી વધુ 43* છગ્ગા ફટકારીને અભિષેક શર્માનો (42 છગ્ગા) રેકોર્ડ તોડ્યો છે. આ સાથે જ તે એક જ સીઝનમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. હવે તેની નજર ક્રિસ ગેલના 59 છગ્ગાના વર્લ્ડ રેકોર્ડ પર છે.
ક્રિકેટની દુનિયામાં નાની ઉંમરે મોટા રેકોર્ડ તોડવા માટે જાણીતા વૈભવ સૂર્યવંશીએ IPL 2026 માં ફરી એકવાર ઈતિહાસ રચી દીધો છે. રાજસ્થાન રોયલ્સના આ ઓપનર બેટ્સમેને આઈપીએલની એક સીઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો અભિષેક શર્માનો રેકોર્ડ તોડી નાખ્યો છે. દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ત્રીજો સિક્સર ફટકારતાની સાથે જ વૈભવ હવે ભારતના નવા 'સિક્સર કિંગ' બની ગયા છે.
અત્યાર સુધી આ રેકોર્ડ અભિષેક શર્માના નામે હતો, જેણે 2024 માં 42 છગ્ગા ફટકાર્યા હતા. પરંતુ હવે 43* છગ્ગા સાથે વૈભવ યાદીમાં ટોચ પર છે. આ યાદીમાં શ્રેયસ અય્યર (39 સિક્સ), વિરાટ કોહલી (38 સિક્સ) અને સૂર્યકુમાર યાદવ (38 સિક્સ) જેવા દિગ્ગજો પણ વૈભવથી પાછળ રહી ગયા છે. હજુ રાજસ્થાનની બે મેચો બાકી હોવાથી વૈભવ આ આંકડો ઘણો આગળ લઈ જઈ શકે છે.
જો ઓવરઓલ આઈપીએલ ઈતિહાસની વાત કરીએ તો ક્રિસ ગેલ 59 છગ્ગા (સીઝન 2012) સાથે પ્રથમ સ્થાને છે. જોકે, વૈભવ અત્યારે જે ફોર્મમાં છે તેને જોતા તે ટૂંક સમયમાં જોસ બટલર (45 સિક્સ) અને ગેલના અન્ય રેકોર્ડ્સને તોડી શકે છે. રમત જગતના નિષ્ણાતો વૈભવની આ બેટિંગ ટેકનિક અને પાવર હિટિંગના વખાણ કરતા થાકતા નથી.
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
