તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રાદેશિક નિયામક તરીકે પ્રશાંતસિંહની નિમણૂક
તેઓ ગુજરાત અને રાજસ્થાનમાં SAIની પ્રાદેશિક કામગીરીની જવાબદારી સંભાળશે. મૂળ લખનઉ, ઉત્તર પ્રદેશના વતની પ્રશાંત સિંહને રમત પ્રશાસન ક્ષેત્રે 10 વર્ષથી વધુનો અનુભવ છે

ગાંધીનગર :ભારતીય રમત સત્તામંડળ (Sports Authority of India – SAI) દ્વારા પ્રશાંત સિંહની પ્રાદેશિક નિયામક, SAI પ્રાદેશિક કેન્દ્ર ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ ગુજરાત અને રાજસ્થાનમાં SAIની પ્રાદેશિક કામગીરીની જવાબદારી સંભાળશે. મૂળ લખનઉ, ઉત્તર પ્રદેશના વતની પ્રશાંત સિંહને રમત પ્રશાસન ક્ષેત્રે 10 વર્ષથી વધુનો અનુભવ છે. તેમણે રમત નીતિ અને યોજનાઓના અમલીકરણ, ખેલાડી વિકાસ, આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય કક્ષાની રમત સ્પર્ધાઓ, સ્પોર્ટ્સ સાયન્સ અને ખેલાડી સહાય પ્રણાલીઓ, રમત સંચાર તથા સંસ્થાકીય વિકાસ સહિત રમત ક્ષેત્રના વિવિધ પાસાઓમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે.
(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
