<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

પેટ કમિન્‍સ સ્‍વસ્‍થઃ ૨૫મીએ રાજસ્‍થાન રોયલ્‍સ સામે મેદાનમાં વાપસી કરશે?

મુંબઈઃ પીઠની ઈજાના કારણે બહાર રહેલો સનરાઈઝર્સ હૈદરાબાદનો કેપ્‍ટન પેટ કમિન્‍સ હવે સંપૂર્ણપણે ફિટ છે અને ઓસ્‍ટ્રેલિયાના સિડનીમાં આવેલા તેના તાજેતરના સ્‍કેન રિપોર્ટમાં ઈજા રૂઝાઈ ગઈ હોવાની પુષ્ટિ થઈ છે તે ટૂંક સમયમાં ટીમમાં જોડાશે.

તાજેતરમાં ઓસ્‍ટ્રેલિયાના સિડની શહેરમાં તેના કેટલાક મેડિકલ સ્‍કેન કરવામાં આવ્‍યા હતા, જેના રિપોર્ટમાં સ્‍પષ્ટ થયું છે કે તેની પીઠની ઈજા હવે સંપૂર્ણપણે રૂઝાઈ ગઈ છે.  મેડિકલ ક્‍લિયરન્‍સ મળ્‍યા બાદ પેટ કમિન્‍સ હવે ટૂંક સમયમાં ભારતમાં આઈપીએલની પોતાની ટીમ સાથે જોડાશે એવી પ્રબળ શક્‍યતા છે કે આગામી ૨૫ એપ્રિલના રોજ જયપુરમાં રાજસ્‍થાન રોયલ્‍સ સામે રમાનારી મહત્‍વની મેચમાં તે મેદાન પર વાપસી કરશે અને ટીમની કમાન સંભાળશે

(10:47 AM IST)