News of Saturday, 3rd October 2026
નહીં સુધરે પાકિસ્તાન...અયુબના બાળક રમાડવાવાળા સેલિબ્રેશન પર બબાલ
કડવો ઘૂંટડો પી ગયો વૈભવ સૂર્યવંશીઃ અભિષેક શર્માનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો અને તેણે આક્રમક ઇનિંગ રમી તેનો જવાબ આપ્યો

નવી દિલ્હી તા.૩: નાગોયામાં યોજાઈ રહેલી ૨૦૨૬ની એશિયન ગેમ્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની સુપર-રોમાંચક ગોલ્ડ મેડલ મેચમાં ભારે ઉત્તેજના અને ધમાકેદાર ક્રિકેટ જોવા મળી રહ્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિગ કરવાનો નિર્ણય લીધા બાદ ભારતીય ટીમને યુવા બેટર વૈભવ સૂર્યવંશીની વિકેટ ગુમાવવાથી શરૂઆતમાં જ ઝટકો લાગ્યો હતો. જોકે, ત્યારબાદ જે કંઈ બન્યું તેની પાકિસ્તાની ટીમે કલ્પના પણ કરી નહોતી. સૂર્યવંશીને આઉટ કર્યા બાદ પાકિસ્તાનના પાર્ટ-ટાઇમ બોલર સાઈમ અયુબે જે વિચિત્ર અને આક્રમક રીતે ઉજવણી કરી, તેનાથી નોન-સ્ટ્રાઈકર છેડે ઊભેલા અભિષેક શર્માનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો અને તેણે આક્રમક ઇનિગ રમી તેનો જવાબ આપ્યો હતો.
મેચની બીજી ઓવરમાં શાદ મસૂદે ફેંકી હતી, વૈભવે શરૂઆતના ત્રણ બોલ પર બે જોરદાર સિક્સર ફટકારી હતી અને ત્યારબાદ સિગલ લઈને અભિષેકને સ્ટ્રાઈક લેવાની તક આપી હતી. બંને ઓપનરોએ તે ઓવરમાં ૨૪ રન ફટકાર્યા હતા.
જોકે, ત્રીજી ઓવરના પહેલા બોલ પર જે સઈમ અયુબે ફેંક્યો હતો. વૈભવ રિવર્સ સ્વીપ કરવાનો પ્રયાસ કરતી વખતે પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. જ્યારે વૈભવ પેવેલિયન તરફ જઈ રહ્યો હતો, ત્યારે સઈમ અયુબે બાળક રમાડવાવાળી સ્ટાઈલમાં ઉજવણી કરીને તેની મજાક ઉડાવી હતી. આ વાત ક્રિઝ પર રહેલા અભિષેકને પસંદ આવી નહોતી. તેણે સઈમના આગામી ચાર બોલ પર એક સિક્સર અને બે ચોગ્ગા ફટકારીને તેનો જવાબ આપ્યો હતો.
વૈભવ સૂર્યવંશી પર કટાક્ષ કરવો કે તેને ઉશ્કેરવો એ કંઈ નવી વાત નથી. અગાઉ એશિયા કપની એક મેચ દરમિયાન અબરાર અહેમદે ભારતીય બેટરને આઉટ કર્યા બાદ અપમાનજનક ઈશારા સાથે ઉજવણી કરી હતી. પરિણામે ભારતીય બેટર્સે તેને નિશાન બનાવ્યો અને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તેની બોલિગ સામે ખૂબ રન બનાવ્યા હતા. બાદમાં સાહિબઝાદા ફરહાનને અડધી સદી ફટકાર્યા પછી ગન (બંદૂક) જેવો ઈશારો કરીને ઉજવણી કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. તે મેચમાં તેની ટીમ અંતે હારી ગઈ હતી. હવે પાકિસ્તાને ફરી એકવાર ભારતીય ટીમને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે. આ વખતે તેમણે એવા ખેલાડીને નિશાન બનાવ્યો છે જે માત્ર પોતાની ટીમમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રિય છે, જેને રમતા જોવા માટે સૌ કોઈ આતુર હોય છે.
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
